- કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા પંચમહાલ પોલીસ સતર્ક
- દરેક પોલીસ સ્ટેશનમાંથી એક અધિકારીની પંસગી કરી બનાવવામાં આવી ટીમ
- તબીબોએ પોલીસ અધિકારીઓને આપી તાલિમ
પંચમહાલ:રાજ્યમાં હાલ કોરોનાના કેસોમાં ધરખમ ઘટાડો થયો છે, વૈશ્વિક મહામારી કોરોનાની પ્રથમ લહેર બાદ ઉદભવેલી બીજી લહેર ઘાતક નીવડી હતી, પ્રજાની સેવામાં સતત ખડેપગે રહેતા રાજ્યના કેટલાક પોલીસકર્મીઓએ પણ કોરોનાની બીજી લહેર દરમિયાન જીવ ગુમાવ્યો હતો. આગામી સમયમાં જો કોરોનાની સંભવિત ત્રીજી લહેર ઉદભવે તો તેની સામે કેવી રીતે લડત આપી શકાય તે માટે પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા ખાસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોલીસને આપવામાં આવી તાલિમ
મહીસાગર જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિ અને સિવિલ હોસ્પિટલના તબીબ ઇકરામ જમનુંની ઉપસ્થિતિમાં ગોધરા શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આવેલા જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે આજરોજ(શુક્રવારે) તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગોધરા રેન્જમાં આવેલા પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં આવેલા તમામ પોલીસમથકે ફરજ એક એક કર્મચારીઓને તાલીમમાં બોલાવવામાં આવ્યા હતા.