ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલ જિલ્લામાં આજે કોરોનાના 24 પોઝિટિવ કેસ નોંધાયા - કોરોના અપડેટ

પંચમહાલ જિલ્લામાં આજે કોરોના પોઝિટિવના 24 કેસ નોંધાયા છે. જોકે હોસ્પિટલમાંથી 10 દર્દીને રજા આપી દેવામાં આવી છે. આ સાથે પંચમહાલમાં સક્રિય દર્દીઓનો આંકડો 181 પર પહોંચ્યો છે. પંચમહાલ જિલ્લામાં કોરોનાના કુલ કેસ 3081 છે.

પંચમહાલ જિલ્લામાં આજે કોરોનાના 24 પોઝિટિવ કેસ નોંધાયા
પંચમહાલ જિલ્લામાં આજે કોરોનાના 24 પોઝિટિવ કેસ નોંધાયા

By

Published : Nov 24, 2020, 9:41 PM IST

  • પંચમહાલ જિલ્લામાં આજે 24 કોરોના પોઝિટિવ કેસ
  • શહેરી વિસ્તારમાંથી 19 કોરોના કેસ મળી આવ્યા
  • ગોધરામાંથી 8 અને હાલોલમાંથી 11 કોરોના કેસ

પંચમહાલઃ જિલ્લામાં આજે કોવિડ-19 સંક્રમણના 24 નવા કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા 3081 થવા પામી છે. 10 દર્દીને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દી 181 રહ્યા છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળી આવેલા કેસોમાંથી શહેરી વિસ્તારોમાંથી 19 કેસો મળી આવ્યા છે, જે પૈકી ગોધરામાંથી 8 અને હાલોલમાંથી 11 કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ 2243 કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી આજે 5 કેસ મળી આવ્યા છે.

સારવાર બાદ 10 દર્દીને હોસ્પિટલમાંથી રજા અપાઈ

હાલોલ ગ્રામ્યમાંથી 3 અને શહેરા ગ્રામ્યમાંથી 2 કેસ મળી આવ્યા છે. આ સાથે જ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી મળી આવેલ કેસોની સંખ્યા 838 થવા પામી છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ 10 દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનારા દર્દીઓની કુલ સંખ્યા 2779 થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 181 થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે.

ABOUT THE AUTHOR

...view details