પંચમહાલઃ જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા ડૉકટરો પણ આ કોરોના વાઇરસના ભરડામાં આવી રહ્યા છે. ત્યારે સોમવારે પંચમહાલ જિલ્લા કલેકટર અમિતકુમાર અરોરાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે.
પંચમહાલ કોરોના અપડેટઃ કલેક્ટર સહિત 30 લોકો કોરોના સંક્રમિત - કોરોના વાઇરસ
પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે સોમવારે જિલ્લા કલેક્ટર પણ કોરોનાના ભરડામાં આવી ગયા છે. સોમવારે જિલ્લા કલેક્ટર સહિત પંચમહાલ જિલ્લામાં કુલ 30 પોઝિટિવ કેસ નોંધાય હતા.
અમિત અરોરા
પંચમહાલ કોરોના અપડેટ
- કુલ પોઝિટિવ કેસ - 1913
- કુલ ડિસ્ચાર્જ - 1550
- કુલ સક્રિય કેસ - 268
પંચમહાલ જિલ્લામાં સોમવારના રોજ કોરોના સંક્રમણના 30 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1913 થઈ છે. નવા મળી આવેલા કેસો પૈકી જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી 19 કેસ અને ગ્રામ્ય વિસ્તારોમાંથી 11 કેસ નોંધાયા છે.