પંચમહાલઃ એક દિવસના વિરામ બાદ જાહેર થયેલા લેબ પરિક્ષણના રિપોર્ટમાં ગોધરા શહેરના ત્રણ કોરોનાના પોઝિટિવ કેસ મળી આવતાં આરોગ્ય તંત્રમાં દોડધામ થઈ છે. આ સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 6 થઈ છે. રિપોર્ટ બાદ આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવી ગયું છે.
પંચમહાલ જિલ્લા કલેક્ટરના જણાવ્યા અનુસાર જિલ્લામાં નવા 4 કોરોના પોઝિટિવ કેસ મળી આવતા હાલમાં જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 6 થઈ છે. એક કોરોનાગ્રસ્ત પુરૂષનું સારવાર દરમિયાન મોત થયું હતું.
બે દિવસ અગાઉ ગોધરા શહેરના પ્રભારોડ, ભગવતનગર વિસ્તારમાંથી એક પોઝિટિવ કેસ મળી આવ્યો હતો. તેમના પરિવારજનોના સેમ્પલ પણ પરીક્ષણ અર્થે મોકલાતા તેમના પુત્રનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત, ગોધરા સિવિલ ખાતે આઈસોલેશનમાં રહેલા બે અન્ય પુરૂષોના રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.
આ પૈકી એક વ્યક્તિ રબ્બાની મહોલ્લા અને અન્ય વ્યક્તિ મુસ્લિમ સોસાયટી, રાની મસ્જિદ વિસ્તારના નિવાસી, રાંટા પ્લોટ, મદની મસ્જીદ પાસે છે. જિલ્લાના કુલ 3 વ્યક્તિઓની વડોદરા સરકારી હોસ્પિટલ ખાતે અને 1 વ્યક્તિ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.
જિલ્લા આરોગ્યતંત્રની 21 ટીમો દ્વારા આ દર્દીના રહેણાંકની આસપાસના 2 કિમીના બફર ઝોનના ઘરોમાં સઘન સર્વે હાથ ધરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં તેમની સાથે સંપર્કમાં આવ્યા હોય તેવા 25 કોન્ટેક્ટ ટ્રેસ કરીને તેમને હોમ ક્વોરેન્ટાઈનમાં મૂકવામાં આવ્યા છે.
સંક્રમિત વ્યક્તિ ચાની લારીનો ધંધો કરતા હોવાથી છેલ્લા પાંચ દિવસમાં જેના સંપર્કમાં આવી હોય તેવી વ્યક્તિઓને ટ્રેસ કરીને તેમની એક કોન્ટેક્ટ લિસ્ટ બનાવવામાં આવી રહી છે. જેમની તપાસ કરી તેમને પણ હોમ ક્વોરેન્ટાઈન કરી નિરીક્ષણ હેઠળ મૂકવામાં આવ્યા છે.
સમગ્ર એરિયાને ગોધરા નગરપાલિકા દ્વારા સેનેટાઈઝ અને ડિસઈન્ફેક્ટ કરવામાં આવ્યો છે. જિલ્લામાંથી કોરોના સંક્રમણની તપાસ અર્થે કુલ 30 સેમ્પલ મોકલવામાં આવ્યા છે, જે પૈકી 26 નેગેટીવ, 02 પોઝિટિવ અને 02 સેમ્પલ ફરીથી ચકાસણી માટે મોકલાયા છે. એક સંક્રમિત વ્યક્તિનું સારવાર દરમિયાન અવસાન થઈ ગયું હતું.
સંક્રમિત વ્યક્તિઓના સંપર્કમાં આવી હોય તેવી વ્યક્તિઓની યાદી તૈયાર કરી તમામને ટ્રેસ કરી ક્વોરેન્ટાઈન કરવામાં આવી રહ્યા છે. ગોધરા શહેરમાં નવા પ્રભાવિત ક્લસ્ટર ભગવતનગરમાં કુલ 124 ઘરો છે, જેમાં કુલ 401 વ્યક્તિઓ રહે છે. પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવેલા 26 વ્યક્તિઓ પૈકી 10 વ્યક્તિઓને નર્સિંગ હોમ ખાતે અને 12 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જ્યારે 4 વ્યક્તિઓને આઈસોલેશન વોર્ડમાં મૂકવામાં આવ્યા છે.
ભગવતનગરના બફર વિસ્તાર કુલ 5220 ઘરો છે, જેમાં 28,811 વ્યક્તિઓ રહે છે. 21 મેડિકલ ટીમો દ્વારા આ તમામ વ્યક્તિઓનો સઘન આરોગ્ય સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે.
1. 3 દર્દીઓ વડોદરા ખાતે અને ૨ ગોધરા ખાતે સારવાર હેઠળ.
2. કોરોના કેસો ધરાવતા વિસ્તારોમાં મોટાપાયે સઘન સર્વે કરી ક્લસ્ટર ક્ધટેઈનમેન્ટની કામગીરી.
આરોગ્ય તંત્ર 6 ર્થમલ ગન સાથે સજજ
ગોધરા શહેરમાં તાત્કાલીક કોરોન્ટાઈનના લક્ષણોની તપાસ માટે માત્ર બે જ થર્મલ ગન ઉપલબ્ધ હતી, પરંતુ દેશભરમાં વાવર ફેલાતા અને આવા ઉપકરણોની જરૂરિયાત વધુ પડી રહી છે. તેવા સમયે રાજ્ય સરકાર દ્વારા વધુ ચાર નવી ગન ફાળવવાની સાથે કુલ 6 થર્મલ ગન ઉપલબ્ધ બની છે. આરોગ્ય તંત્ર ગન સાથે સજજ બનીને ઝડપથી દર્દીના તાપમાનની ચકાસણી કરીને લક્ષણોની ચકાસણી થશે.
પોઝિટિવ આવેલા દર્દીના સંપર્કમાં આવેલા વ્યક્તિઓએ તંત્રને જાણ કરવી
રોગચાળાને આગળ વધતો અટકાવવા અંગે જિલ્લા સમાહર્તા અરોરાએ આ કોરોનાગ્રસ્ત વ્યક્તિઓના સંપર્કમાં આવેલી વ્યક્તિઓને આગળ આવી તંત્રને તેની જાણ કરવા અપીલ કરી હતી. જેથી વધુ વ્યક્તિઓને સંક્રમિત થતી અટકાવી શકાય.
અત્યાર સુધી કોરોના પોઝિટિવ દર્દીઓની યાદી
પટેલ અબ્દુલ હકીમ ઈસ્માઈલ- રબાની મહોલ્લા,ગોધરા(મૃત્યુ પામેલા)
હુસેન ઝુબેર- રબાની મહોલ્લા, ગોધરા
ઈમરાન બડંગા- રાની મસ્જીદ, ગોધરા
ગોવિંદ રાજાઈ - ભગવતનગર, ગોધરા
પિંકેશ રાજાઈ- ભગવતનગર, ગોધરા
શફી અહેમદ જુજારા, રાંટા પ્લોટ,મદની મસ્જીદ પાસે,ગોધરા