ગુજરાત

gujarat

ETV Bharat / state

મધ્ય ગુજરાત ભાજપમાં મોટો ભડકો, સાંસદ પ્રભાત સિંહે અપક્ષમાંથી લડવાની કરી જાહેરાત - election

ન્યૂઝ ડેસ્ક: પંચમહાલ ભાજપના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણને લોકસભા ચૂંટણીમાં ફરી ઉમેદવાર ન બનાવામાં આવતા અપક્ષ લડવાની જાહેરાત કરી છે. ભાજપના પંચમહાલ બેઠકના ઉમેદવાર તરીકે રતનસિંહનું નામ જાહેર થતાંની સાથે જ પ્રભાત સિંહ બળવાના મૂડમાં આવી ગયા હતા.

સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ

By

Published : Mar 28, 2019, 12:31 PM IST

Updated : Mar 28, 2019, 2:28 PM IST

પ્રભાતસિંહે અગાઉ પણ અનેક વાર ભાજપના મોવડીઓને ઘમકી આપી ચૂક્યા છે કે, જો મને ફરી વાર ટિકીટ આપવામાં નહીં આવે તો હું મારી રીતે લડી લઈશ. હાલ પ્રભાત સિંહે 50 જેટલા કાર્યકરો સાથે બંધબારણે બેઠક કરી હતી. જેમાં કાલોલ નગરપાલિકાના કાઉન્સિલરનો પણ સમાવેશ થાય છે.

એવું મનાઈ રહ્યું છે કે, પ્રભાત સિંહ શક્તિ પ્રદર્શન કરી મોવડી મંડળ પર દબાવ લાવવાનો પ્રયાસ કરશે. જો કે, જો ભાજપના સત્તાવાર ઉમેદવાર તેમનું ફોર્મ ન ભરે ત્યાં સુધી રાહ જોવાની રણનીતિ પ્રભાત સિંહે હાલ અપનાવી છે. હાલ ઉમેદવારના નામમાં ફેરફાર થાય તેવી તેમને આશા છે. પરંતુ જો મોવડીઓ ફેર વિચારણા ન કરે તો અપક્ષ લડી લેવાના મૂડમાં હતા પણ હવે તેમણે જાહેરાત કરી દીધી છે કે, તેઓ અપક્ષમાંથી જ ચૂંટણી લડશે.

Last Updated : Mar 28, 2019, 2:28 PM IST

ABOUT THE AUTHOR

...view details