ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલનો જવાન જયેશ પરમાર ગુમ, પીડિત પરિવાર મદદથી વંચિત - આર્મી મેન

પંચમહાલઃ ઘોઘમ્બાના શેરપુરા ગામનો શેર સમાન એક પુત્ર જયેશ પરમાર જે છેલ્લા 2 વર્ષથી આર્મીમાં જોડાયેલો હતો. હાલમાં કોઈ કારણોસર પંજાબના અમૃતસર ખાતે ફરજ દરમિયાન ક્યાંક ગુમ થઇ ગયો છે. આ વાતને આજે 2 મહિના થઇ ગયા, પરંતુ જયેશના ગરીબ મા-બાપને પુત્રના ગુમ થવા અંગે કોઈ સમાચાર મળ્યા નથી. સ્થાનિક તંત્રને ફરિયાદ કરવા છતાં કોઈ જ મદદે આવતું ન હોવાના આક્ષેપો પરિવારજનો કરી રહ્યા છે.

પંચમહાલનો જવાન જયેશ પરમાર ગુમ, પીડિત પરિવાર મદદથી વંચિત

By

Published : Aug 26, 2019, 3:36 PM IST

અપરણિત એવો જયેશ સૌપ્રથમ ગામ નજીકની કંપનીમાં કામ કરી પેટિયું રડતો હતો, પરંતુ જયેશના મનમાં દેશની સેવા કરવાની ખેવના હતી. જેથી વર્ષ 2017ની આર્મીની ભરતીમાં જયેશ ગયો અને તમામ કસોટીઓ પાર કરીને સિલેક્ટ થયો, ત્યારબાદ પંજાબના અમૃતસર ખાતે 116 એન્જિનીયરીંગ રેજિમેન્ટમાં સિપાહી તરીકે પોસ્ટિંગ મળ્યું હતું. પોસ્ટિંગ બાદ ગત 16 જૂન, 2019ના રોજ અમૃતસરથી પોતાની ફરજ પરથી કોઈને પણ જાણ કર્યા વગર જયેશ પરમાર ક્યાંક ગુમ થઈ ગયો. જયેશ ક્યાં ગયો એની કોઈને કઈ ખબર નથી. આ બાબતની અમૃતસર રેજિમેન્ટમાંથી જયેશ પરમારના કોઈ ઉચ્ચ અધિકારીએ શેરપુરા ફોન દ્વારા પરિવારને જાણ કરી છે. જયેશ જ્યારથી અમૃતસર છોડી નીકળ્યો ત્યારથી તેનો મોબાઈલ પણ બંધ આવી રહ્યો છે. હજુ સુધી જયેશની કોઈ ભાળ મળી નથી. જેથી જ પરિવાર ચિંતામાં મુકાયો છે.

પંચમહાલનો જવાન જયેશ પરમાર ગુમ, પીડિત પરિવાર મદદથી વંચિત

આ સમગ્ર મામલે જયેશના પરિવારજનોએ પોલીસ મથકે જાણ કરી પણ સ્થાનિક પોલીસના લોકોએ જયેશ ના પરિવારજનોને પંજાબ જઈને ફરિયાદ કરવા જણાવ્યું અને પરિવારજનોએ પંજાબમાં વાત કરી તો ત્યાંથી સ્થાનિક પોલીસને જયેશના ગુમ થયાની ફરિયાદ કરવા જણાવ્યું. આમ, ગરીબ પરિવારને રખડવાનો વારો આવ્યો છે. દેશ દાઝ સાથે આર્મીમાં ભરતી થયેલ જયેશની હાલ કોઈ ભાળ મળી નથી. જેથી પોતાના જવાન જોધ દીકરાના ગુમ થયાના સમાચારથી માતા-પિતાની આંખના આંસુ પણ સુકાઈ ગયા છે.

ઈ ટીવી ભારત ગુજરાત પણ દેશ માટે જીવન ન્યોછાવર કરવા ગયેલ જયેશને શોધવા માટે તંત્ર આગળ આવવા આવહાન કરી રહ્યું છે. આમ, જવાન ગુમ થયાનો અહેવાલ પ્રકાશિત કરી જયેશના પરિવારજનની માંગ સાથે ઈ ટીવી ભારત પણ સ્થાનિક અધિકારીએ પીડિત પરિવારની મદદ કરવા વિનંતી કરી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details