- રાજ્યામાં કપ્પા વાયરસના 5 કેસો નોંધાયા
- ગોધરામાં એક વ્યક્તિનું કપ્પા વાયરસના કારણે મૃત્યું
- રીપોર્ટ આવતા પહેલા દર્દીનું મૃત્યું થયું
ગોધરા: તાલુકામાં કપ્પા વેરિયન્ટના પોઝીટીવ કેસ સામે આવ્યો છે.જેમાં આ વેરિયન્ટથી દર્દીનું રાજ્યમાં પ્રથમ મોત થયાનું પણ સામે આવ્યું છે દર્દીના મૃત્યુના કારણે પંચમહાલ આરોગ્ય વિભાગના અધિકારીઓએ ગોધરા તાલુકાના મુવાડા ગામમાં ધામાં નાખ્યા છે અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી. અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યના સાબરકાંઠાના તલોદ,મહેસાણા અને પંચમહાલના ગોધરા તાલુકામાં કપ્પા વેરિયન્ટ ના દર્દીઓ મળી કુલ ત્રણ દર્દીઓ નોંધાવા પામ્યા છે.
રીપોર્ટ પહેલા મૃત્યું
ગોધરા તાલુકાના અંદરના મુવાડા ગામમાંથી ગત જૂન માસમાં એક પુરુષનું અમદાવાદ ખાતે સેમ્પલ લેવામાં આવ્યું હતું.જેમાં દર્દીનો પ્રથમ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ કપ્પા વેરિયન્ટ માટેનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. આ સેમ્પલનો 22 દિવસ બાદ બાદ પોઝીટીવ રિપોર્ટ આવ્યો હતો. રિપોર્ટ આવતા પહેલાજ દર્દીનું મૃત્યું થયું હતું કપ્પા વેરિયન્ટ પોઝીટીવ આવતા જ પંચમહાલ આરોગ્ય વિભાગ દોડતું થયું હતું.