જિલ્લામાં આવેલા ગોધરાના મહેંદી બંગલા ખાતે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રભારી ઓમ માથુરે પંચમહાલ લોકસભા ભાજપના નેતાઓ સાથે બેઠક કરી હતી. જેમાં પંચમહાલના પ્રભારી પરાક્રમ સિંહ જાડેજા, શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડ, ગોધરાના ધારાસભ્ય સી. કે. રાઉલ, પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ, કાલોલના ધારાસભ્ય સુમન ચૌહાણ વગેરે હાજર રહ્યાં હતા.
ગુજરાત ભાજપના પ્રભારી ઓમ માથુર પંચમહાલ લોકસભા બેઠકની મુલાકાતે - seat
પંચમહાલ: લોકસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ રાજકીય પક્ષોના અગ્રણી નેતાઓ વિવિધ લોકસભા બેઠકોની મુલાકાત લઈ રહ્યાં છે. તેમજ પોતાના કાર્યકર્તાઓને પરામર્શ આપીને તેમનો જુસ્સો વધારી રહ્યાં છે. ગુજરાતના પ્રભારી ઓમ માથુરે પંચમહાલ લોકસભા બેઠકની મુલાકાત લઈને અગ્રણી નેતાઓ સાથે ચર્ચા કરી હતી.
ફાઈલ ફોટો
મીડિયા સાથે વાત કરતા તેમણે ગુજરાતની 26 બેઠકો પર BJP જંગી બહુમતિથી વિજય મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના નિવેદન વિશે પૂછતાં તેમને જણાવ્યું હતું કે, લોકશાહીમાં આવું ન થવું જોઈએ. ચૂંટણીપંચ આ વિશે પગલાં લેશે.