ગુજરાત

gujarat

ETV Bharat / state

હાલોલમાં ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા નેશનલ ફાયર દિવસની કરાઇ ઉજવણી - Gujarati News

પંચમહાલઃ પંમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં 14મી એપ્રિલેના રોજ નેશનલ ફાયર દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી.

સ્પોટ ફોટો

By

Published : Apr 15, 2019, 9:10 AM IST

સમગ્ર ભારત વર્ષમાં 14મી એપ્રિલના રોજ ફાયર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હાલોલ નગરપાલિકા સંચાલિત અગ્નિશમન સેવાદળના કર્મચારીઓએ પણ નેશનલ ફાયર દિવસની ઉજવણી કરી હતી.

સ્પોટ ફોટો

1944ની 14 એપ્રિલે ના રોજ મુંબઇના બંદરગાહ ઉપર એક દર્દનાક બનાવ બન્યો હતો. જેમાં એસ.એસ.ફ્રોર્ટસ્ટાઈકિન નામના બ્રિટિશ માલવાહક જહાજમા એકાએક ભયાનક આગ લાગતા મુંબઈ અગ્નિશમન સેવાદળના કર્મચારીઓ દ્વારા આગ ઓલવવાની કામગીરીમાં જોડાયા હતા.જેમા જહાજમાં એકાએક ભયાનક વિસ્ફોટ થતા મુંબઈ ફાયરફાઈટરના 66 જેટલા જવાનોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા.

પોતાના જીવનો બલિદાન આપનાર ફાયર ફાઈટરના 66 જવાનોની સ્મૃતિમાં દર વર્ષે 14મી એપ્રિલે ભારતભરમાં નેશનલ ફાયર દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.જેમાં રવિવારના રોજ હાલોલ નગરપાલિકાના ફાયરફાઈટરના કર્મચારીઓએ અગ્નિસુરક્ષા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વીરગતિ પામનાર ફાયર ફાઇટરો માટે 2 મિનીટનું મોન પાળ્યુ હતું અને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.હાલોલ શહેરના રાજમાર્ગો પર એક રેલી સ્વરુપે નીકળ્યા હતા.













ABOUT THE AUTHOR

...view details