પંચમહાલઃ જિલ્લાના તાલૂકાના શહેરા તાલુકાના નાડા ગામના અને કોગ્રેસના અગ્રણી રંગીતભાઈ ઉર્ફે ભલાભાઈ પગી કે, જેઓ પોતાના ઘરે તારીખ 4- 3ના રોજ સુસાઇડ નોટ લખી ગુમ થઇ ગયા હતા, ત્યારબાદ તેઓના પરિવાર જનો એ તે મામલે શહેરા પોલીસ મથકે ગૂમ થવાની ફરીયાદ નોંધાવી હતી.
પંચમહાલના ગુમ થયેલા કોંગ્રેસ અગ્રણી પોલીસ સમક્ષ હાજર થયા - Panchmahal news
પંચમહાલ શહેરાના નાડા ગામના કોંગ્રેસ અગ્રણી રંગીતભાઈ ઉર્ફે ભલાભાઈ પગી ગુમ થયાના 9 દિવસ બાદ ગોધરા ડીવાયએસપી કચેરી ખાતે હેમખેમ હાજર થતા પોલીસ તેમજ પરિવારે હાશકારો અનુભવ્યો હતો.
શહેરાના ધારાસભ્ય સહિત શહેરા PI શહેરા મામલતદાર, ખાણ ખનીજ કચેરી ગોધરાના અધિકારી વિરુદ્ધ ત્રાસ આપવાના કારણોસર તેઓના સ્વજન કયાંક જતા રહ્યા હોવાનું આરોપ લગાવી જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીને પણ આ મામલે તપાસ કરવા રજુઆત કરાઈ હતી, ત્યારે રંગીતભાઈ પગી 9 દિવસ બાદ ગોધરા DYSP કચેરી ખાતે રૂબરૂ હાજર થઈ ગયા હતા. જેમાં તેઓના જણાવ્યા અનુસાર તેઓ તારીખ 4-3ના રોજ તેઓના મિત્ર જે મધ્ય પ્રદેશ રાજ્યના માંડવ ખાતે ગયા હતા, ત્યાંથી પરત ગોધરા પરત ફર્યા હતા, ત્યારે તેઓની માગ છે કે, તેઓ જે લોકોના ત્રાસથી ભાગી ગયા હતા. તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.