પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના તાજપુરા ગામે અને પાવાગઢ પર્વતની સાનિધ્યમાં પ્રસિદ્ધ નારાયણ ધામ આવેલું છે. અહીંના વિસ્તારમાં વર્ષો પહેલા નારાયણ બાપુ નામના સંત આ ભુમિ પર થઈ ગયા હતા. જેઓ દીન દુખિયાની સેવા કરતા હતા. તો અહિંના સ્થાનિકોમાં પણ સારી એવી લોકચાહના પામ્યા હતા. તેમને લોકો ભગવાનનો અવતાર પણ માનવા લાગ્યા હતા. તો કેટલાક લોકો નારાયણ બાપુને પોતાના ગુરુ બનાવ્યાં. આજે તેમની સમાધિ તાજપુરા ખાતે આવેલી છે..
પંચમહાલના સુપ્રસિધ્ધ નારાયણધામ ખાતે લાખો ભક્તો ઉમટ્યા - devotees
પંચમહાલઃ જિલ્લાના હાલોલ તાલુકાના તાજપુરા ખાતે આવેલા નારાયણધામ ખાતે ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે લાખોની સંખ્યામાં ભકતો ઉમટી પડ્યા હતા. ભક્તોએ નારાયણ બાપુની સમાધિના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિરના પ્રવેશદ્રારથી નિજ મંદિર સુધી ભકતોની લાંબી લાઈનો જ દેખાતી હતી. મંદિર પ્રસાશન તરફથી પણ મહાપ્રસાદની સુવિધા કરવા આવી હતી.
પંચમહાલના સુપ્રસિધ્ધ તાજપુરા ખાતે આવેલા નારાયણધામ ખાતે લાખો ભક્તો ઉમટયા
ગુરુ પૂર્ણિમાનું ખૂબ વિશેષ મહત્વ હોય છે. ગુરુપૂર્ણિમા હોવાથી વહેલી સવારથી લોકો પોતાના ગુરૂ નારાયણ બાપુની સમાધિના દર્શન કરવા લાખોની સખ્યામાં ભકતો ઉમટી પડ્યા હતા. અહીં માત્ર આસપાસના નહીં પણ અન્ય રાજ્યોમાંથી પણ તેમના ભક્તો ઉમટી પડ્યા હતા. મંદિરના મુખ્ય પ્રવેશગેટથી સમાધિ મંદિર સુધી 2 કિમી જેટલી લાંબી ભકતોની લાઈન જોવા મળી હતી. અહીં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પુરતો પોલિસ બંદોબસ્ત રાખવામા આવ્યો હતો. સમગ્ર મંદિર જય નારાયણના નાદથી ગુંજી ઉઠ્યું હતું.