એક તરફ સરકાર મહિલાઓની સહાય માટે અનેક યોજનાઓ તૈયાર કરે છે, પરંતુ તંત્રની બેદરકારીથી લોકો સુધી સહાય નથી પહોચતી. પંચમહાલ જિલ્લાના ગોધરામાં પણ આવી રીતે લોકો સરકારની યોજનાઓનો લાભ લેવા માટે બની છે.
ગોધરામાં સરકારી સહાયના ફોર્મ લેવા માટે લાંબી લાઈનો લાગી, તંત્રની ઢીલને કારણે લોકો થયા ત્રસ્ત - GODHRA
પંચમહાલઃ જિલ્લાના વડામથક ગોધરા ખાતે આવેલી મામલતદાર કચેરી ખાતે હાલ લાભાર્થીઓની મોટી લાઈનો જોવા મળી રહી છે. જેમાં ખાસ કરીને વિધવા સહાયના ફોર્મ લેવા માટે વહેલી સવારથી લાબી લાઈનો લાગી હોય છે.
ગોધરાની મામલતદાર કચેરીમાં લાભાર્થીઓની મોટી લાઈનો જોવા મળી રહી છે. જેમાં વિધવા સહાયના ફોર્મ, વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના લીધે અનામતના દાખલાની લેવા માટે વહેલી સવારથી લાંબી લાઈન લાગી જતી હોય છે.
લોકો ગ્રામીણ વિસ્તારમાં આવતા હોવાને કારણે ભારે મુશ્કેલી પડી રહી છે. ત્યારે એકબાજુ પાણીની પણ વ્યવસ્થા ન હોવાને કારણે હાલાકી ભોગવી પડે છે. આ ઉપરાંત જરૂરી અધિકારીઓના સહી સિક્કા કરવા માટે પણ લાઈનમાં ઉભા રહેવુ પડે છે. ત્યારે લોકોની માંગણી છે કે, આ બાબતે તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરી આ પ્રશ્નનુ નિરાકરણ લાવે.