ગુજરાત

gujarat

ETV Bharat / state

Lift facility to Mahakali Temple in Pavagadh : પાવાગઢ મંદિરના પરિસરમાં પહોંચવું થયું સરળ, 20 કરોડના ખર્ચે બનશે લિફ્ટ - આત્મનિર્ભર ભારત કોન્સેપ્ટ

પાવાગઢ દર્શને આવતા ભક્તો માટે સૌથી સારા સમાચાર સામે આવ્યા છે. મહાકાળી માના મંદિરે પહોંચવા માટે લિફ્ટ બનાવવાનું કામ શરુ થયું છે. પાવાગઢ મંદિર ટ્ર્સ્ટ દ્વારા (Pavagadh Mandir Trust )છાસિયા તળાવથી મંદિર પરિસર સુધીની બે લિફ્ટ બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.

Lift facility to Mahakali Temple in Pavagadh : પાવાગઢ મંદિર પરિસરમાં સીધા પહોંચાશે, 20 કરોડના ખર્ચે લિફ્ટ બનશે
Lift facility to Mahakali Temple in Pavagadh : પાવાગઢ મંદિર પરિસરમાં સીધા પહોંચાશે, 20 કરોડના ખર્ચે લિફ્ટ બનશે

By

Published : Jan 19, 2023, 3:48 PM IST

છાસિયા તળાવથી મંદિર પરિસર સુધીની બે લિફ્ટ બનશે

પાવાગઢ યાત્રાધામ અને મંદિરોના વિકાસ યાત્રાધામ વિકાસ બોર્ડ અને જે તે મંદિરના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જેને લઈ ગુજરાતના અનેક મોટા મંદિરોમાં યાત્રાધામમાં પ્રવાસીઓની સુવિધામાં વધારો થઈ રહ્યો છે. જેમાં ખાસ જો વાત કરવામાં આવેલા પાવાગઢ મહાકાળી મંદિરની તો કાયાપલટ જ થઈ રહી છે. ડુંગર પર બિરાજમાન મહાકાળી માના દર્શન માટે અશક્ત લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

20 કરોડના ખર્ચે બે લિફ્ટ બનશે : જોકે ખાસ કરીને મંદિરના નવ નિર્માણ બાદ અશક્ત, વૃદ્ધ અને બાળકો માટે સરળતાથી માના દર્શનનો માર્ગ મોકળો બની ગયો છે. પગથિયાં મોટા કરી મંદિર પરિસરને પણ મોટું કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 500 વર્ષ બાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું છે ત્યારથી ભક્તોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ડુંગર પર બિરાજમાન મહાકાળી માના દર્શન માટે રૂપિયા 20 કરોડના ખર્ચે બે લિફ્ટ બનાવવાના નિર્માણકાર્યની શરુઆતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો PM Modi Pavagadh Visits : વડાપ્રધાન મોદીના હસ્તે મહાકાળી મંદિરનું કરાયું ઉદ્ઘાટન, જૂઓ તસવીરો

આત્મનિર્ભર ભારત કોન્સેપ્ટ : આ બે લિફ્ટ અંગે જાણવા મળતી માહિતી મુજબ છાસિયા તળાવથી શરૂ થઈ મંદિર પરિસરના બીજા માળ પર યાત્રાળુઓ ઉતરશે. આ લિફ્ટ સંપૂર્ણપણે આત્મનિર્ભર ભારત કોન્સેપ્ટ મુજબ અમદાવાદની લિફ્ટ નિર્માણમાં નિષ્ણાત એજન્સી દ્વારા બનાવવામાં આવી રહી છે. જ્યારે આ લિફ્ટની ઊંચાઈ 70 મીટર એટલે કે 210 ફુટ હોવાનું જાણવા મળે છે. જ્યારે આ લિફ્ટ સંપૂર્ણપણે આરસીસી તેમજ સાફ્ટ ( ચીમની જેવી) બનાવવામાં આવનાર છે.

નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ લિફ્ટની કામગીરી : જ્યારે આ લિફ્ટની મજબૂતાઈ અંગે નિષ્ણાતોના અભિપ્રાય બાદ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ લિફ્ટની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ લિફ્ટમાં એકસાથે એક લિફ્ટમાં 20 જેટલા લોકો છાસિયા તળાવથી મંદિર પરિસર સુધી પહોંચી શકશે. છાસીયા તળાવથી મંદિર પરિસર સુધી લિફ્ટને પહોંચતા અંદાજિત ત્રણ મિનિટ જેટલો સમય લાગશે તેમ જણાવાઈ રહ્યું છે.

આ પણ વાંચો વડાપ્રધાન મોદી દ્વારા ધ્વજા આરોહણ બાદ માતાના દર્શને લાખો ભક્તોનું ઘોડાપૂર, VIDEO

પાવાગઢનો સંપૂર્ણ નયનરમ્ય નજારો પણ જોવા મળશે : જ્યારે લિફ્ટ ઉપર પહોંચશે ત્યારે લિફ્ટના અપર સ્ટેશન પર 24 મીટર લાંબો તેમજ 5.5 મીટર પહોળો બ્રિજ બનાવવામાં આવશે. જેનાથી પાવાગઢનો સંપૂર્ણ નયનરમ્ય નજારો યાત્રાળુઓ નિહાળી શકશે. જ્યારે યાત્રાળુઓને આ 24 મીટરના બ્રિજ પરથી સીધે સીધું ચાલી મંદિર પરિસરમાં પ્રવેશ મળશે. જેનાથી વૃદ્ધો તેમજ બાળકોને તેઓની માતાજીના દર્શન કરવાની ઘણી સરળતા થશેે તેમ જાણવા મળે છે. આમ મંદિર ટ્રસ્ટ દ્વારા લિફ્ટના નિર્માણની જે પહેલ કરવામાં આવી છે. તે વૃદ્ધો તેમજ બાળકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે તેમ જણાઈ આવે છે.

એકથી સવા વર્ષમાં કામ પૂરું કરવાની ગણતરી : અગાઉ રોપ વે માંથી ઉતર્યા બાદ પણ 450 જેટલા પગથિયાં ચડવા પડતા હતાં. અમદાવાદની ખાનગી એજન્સીને કામ આપવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા સહિત મંદિરના ટ્રસ્ટીગણના હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. મંદિરના ટ્રસ્ટી અશોકભાઈ પંડ્યા સાથે ઈટીવી ભારતે વાત કરતા જણાવ્યું હતું કે આ કામગીરી આમ તો જલ્દી પુરી થઈ જાય એમ છે. પરંતુ ડુંગર પર કામ કરવું એ થોડું અઘરું છે. વર્ષના ફક્ત 6 મહિના ડુંગર પર કામ કરી શકાય છે. પરંતુ લગભગ એકથી સવા વર્ષમાં કામ પૂરું કરવાની ગણતરી છે.

ABOUT THE AUTHOR

...view details