ગુજરાત

gujarat

ETV Bharat / state

કતલખાને જતા બચાવી લેવાતા પશુઓનું આશ્રયસ્થાન એટલે 'જીવદયા ધામ' - panchmahal

પંચમહાલઃ જિલ્લાના વડામથક ગોધરાથી માત્ર 3 કિલોમીટર દૂર પરવડી ગામે આવેલી જીવકલ્યાણ પાંજરાપોળ ટ્રસ્ટ સંચાલિત પ્રભાબેન કાનજી ભાઈ શેઠ જીવદયા ધામ ગૌશાળા કતલખાને જતા બચાવી લેવામા આવતા પશુઓ માટે આશ્રયસ્થાન બનાવવામાં આવ્યું છે. વર્ષ 2010માં 200 પશુઓથી શરૂ થયેલી આ ગૌશાળામાં આજે ગાય, ભેંસ સહિતના 1500થી વધુ પશુઓ છે. આ ગૌશાળામાં મોટાભાગના કતલખાને જતા પોલીસ દ્વારા બચાવી લેવામાં આવેલા પશુઓને અહીં લાવવામાં આવે છે. આ ગૌશાળા પંચમહાલ, મહીસાગર, દાહોદ જિલ્લાની સૌથી મોટી ગૌશાળા ગણવામાં આવે છે.

જીવદયા ધામ

By

Published : May 8, 2019, 10:27 PM IST

પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરાથી 3 કિમીના અંતરે આવેલું પરવડી ગામે પાંચ એકરમાં આવેલી જીવકલ્યાણ પાંજરાપોળ ટ્રસ્ટ સંચાલિત પ્રભાબેન કાનજી ભાઈ શેઠ જીવદયા ધામ ગૌશાળા 2010થી કાર્યરત છે. જે અકાળે મોતના મુખમાં ધકેલાતા અને કતલખાને લઈ જવાતા અબોલ પશુઓને જીવદયાપ્રેમી કાર્યકરો અને પોલીસ વિભાગની મદદથી બચાવી પાંજરાપોળમાં સુરક્ષિત આશ્રય આપવાનું કામ કરતું આવે છે. તેમાં 50 જેટલા કર્મચારીઓ ફરજ બજાવે છે. હાલમાં આ ગૌશાળામાં 1500થી વધું અબોલ જીવ ગાય, ભેંસ, બળદ, વાછરડા તેમજ નાના પશુઓને દેખભાળ રાખવામાં આવે છે.

જીવદયા ધામ

તેમજ બીમાર પશુઓને સારવાર આપવા માટે ડોક્ટર સહિતની દવા સાથે સેવા પુરી પાડવામા આવે છે. આ ગૌશાળામાં દાન પૂરતા પ્રમાણમાં મળી રહે છે. હાલ ઉનાળો ચાલી રહ્યો છે. પણ ગૌશાળા વેચાણથી ઘાસ લાવે છે. હાલમાં પશુઓને લીલું ઘાસ આપવામા આવે છે. જેનો પ્રતિદિન એક લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય છે.

ABOUT THE AUTHOR

...view details