આ અગાઉ પણ શાળાના ધોરણ 7 અને 8ના વર્ગ જર્જરિત બન્યા હોઈ તેને સમારકામ કરવાના હોય જેથી બંન્ને ધોરણના વર્ગ એસ.આર.પી પ્રાથમિક શાળામાં ખસેડયા બાદ તે બંન્ને વર્ગો ગુજરાતી મિશ્ર શાળામાં બંધ કરી દેવામાં આવ્યા હતા. જેને લઈને વાલીઓ હાલ વિરોધ કરી રહ્યા છે.
ગોધરામાં વિદ્યાર્થીઓને અન્ય શાળામાં ખસેડતા વાલીઓ દ્વારા વિરોધ
પંચમહાલ: જર્જરિત ગુજરાતી મિશ્ર શાળાને બંધ કરી એસ.આર. પી પ્રાથમિક શાળામાં ખસેડવામાં આવતા વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો. આજે પણ આ વિરોધ યથાવત રાખી વાલીઓ દ્વારા બંધ શાળાની બહાર ટેન્ટ બાંધી વિદ્યાર્થીઓને અભ્યાસ માટેની વ્યવસ્થા કરી આપી હતી. ધોરણ 1 થી 6 ના વિદ્યાર્થીઓને શાળાનું સમાર કામ થાય ત્યાં સુધી ટેન્ટમાં જ શિક્ષણ આપવા વાલીઓએ માંગ કરી હતી.
ગામમાં વાલીઓને એવો ડર સતાવી રહ્યો છે કે, ભૂતકાળમાં જે વર્ગો અન્યત્ર ખસેડયા હતા અને પછી એ ધોરણો બંધ થયા હતા. શિક્ષણ વિભાગ દ્વારા 10 દિવસમાં આ જર્જરિત શાળાનું રીપેરીંગ કામ શરૂ કરવાની વાત કરવામાં આવી હતી. પરંતુ, હજુ સુધી આ કામગીરી શરૂ ન કરતા વાલીઓમાં ડર સતાવી રહ્યો છે કે ક્યાંક તેમના વિસ્તારની આ શાળા કાયમ માટે બંધ કરી દેવાશે કે શું? આ વિસ્તાર રહેતા પરિવારો આદિવાસી સમાજના છે અને ત્યાંના લોકો મજૂરી કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે. જેને લઈને આ પરિવારો પોતાના બાળકોને અન્ય કોઈ શાળામાં મોકલવા માટે તૈયાર નથી. જેને લઈ આજરોજ શાળાની બહાર જ વાલીઓ દ્વારા ટેન્ટ બાંધી શિક્ષણ કાર્ય શરૂ કરાયું હતું.