ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોધરામાં આઝાદી પર્વની ઉજવણી - પૂર્વ ધારાસભ્ય

દેશભરમાં 74મા આઝાદી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પંચમહાલમાં જિલ્લા કક્ષાએ ગોધરામાં 74મા આઝાદી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના પ્રધાન જયદ્રથસિંહ પરમાર ઉપસ્થિતિ રહ્યા હતા.

આઝાદી પર્વની ઉજવણી
આઝાદી પર્વની ઉજવણી

By

Published : Aug 15, 2020, 5:27 PM IST

પંચમહાલ: ગોધરા શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના 74મા આઝાદી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યના કૃષિ અને પર્યાવરણ પ્રધાન જયદ્રથસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. જયદ્રથસિંહ પરમારે ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.

કોરોના મહામારી વચ્ચે સાવચેતીનાના તમામ નિયમોના પાલન સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19ની માર્ગદર્શિકા અન્વયે આ કાર્યક્રમમાં મર્યાદિત સંખ્યામાં લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ સહિત આગેવાનો હાજર રહ્યા હતા.

રાજ્યના કૃષિ અને પર્યાવરણ પ્રધાન દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ બાદ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જાહેર જનતાને સંબોધતતા રાજ્યના કૃષિ અને પર્યાવરણ પ્રધાન જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે, વૃક્ષો માનવજીવનમાં અગત્યનો ભાગ ભજવે છે. જેને લઇને વૃક્ષો વધુ પ્રમાણમાં રોપવા જોઈએ. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રાજપાલસિંહ જાદવ અને મોરવા હડફના પૂર્વ ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details