- દિવાળીને લઇને આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન
- 10થી વધુ ગાડીઓના કાફલા સાથે અધિકારીઓએ ધામા નાખ્યા
- ગોધરામાં સ્ક્રેપમિલ, ફાયનાન્સર, તેલમિલના વેપારીને ત્યાં દરોડા
પંચમહાલઃ જિલ્લાના વડામથક ગોધરામાં ગુરુવારે આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેથી વેપારીઓમા ફફડાટ વ્યાપી ગયો હતો. ગોધરા શહેરમાં આવેલા તેલ વેપારીઓ, બિલ્ડર અને અન્ય વેપારીઓને ત્યાં આવકવેરા વિભાગે 15 જેટલી ટીમો બનાવીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ.
આવકવેરા વિભાગની 15 ટીમો દ્વારા તપાસ
ગોધરામાં આવેલા બિલ્ડર અને તેલના વેપાર કરનારા મોટા વેપારીઓને ત્યાં આવકવેરા વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામા આવ્યો છે. દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે તહેવાર પહેલાં જ આવકવેરાની ટીમે દરોડા પાડ્યા છે. ગુરુવારે વહેલી સવારે આવકવેરા વિભાગના અધિકારીઓ વિવિધ વાહનોમાં ગોધરા આવી પહોચ્યા હતા અને અલગ-અલગ 15 ટીમો બનાવી હતી. આ ટીમો દ્વારા ગોધરા શહેરના અનાજ, તેલના મોટા વેપારીઓ, બિલ્ડરો, ફાયનાન્સનો વેપાર કરતા વેપારી, ઓટોમોબાઇલના ધંધાર્થીઓ તેમજ સ્ક્રેપનો બિઝનેસ કરતા વેપારીઓને ત્યાં સર્વેની કામગીરી કરવામાં આવી હતી.