ગુજરાત

gujarat

ETV Bharat / state

આ મધુશાલા નથી સાહેબ, શાળા છે...અહીં નશો કરીને આવે છે શરાબી શિક્ષક

પંચમહાલઃ જિલ્લાના ઘોઘંબાના રાયણના મુવાડા ગામે શિક્ષણ જગતને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. આ ગામમાં છેલ્લા કેટલાય સમયથી પ્રાથમિક શાળાનો શિક્ષક નશાની હાલતમાં શાળામાં આવે છે. તેમજ વિદ્યાર્થીઓ અને આ શાળાના આચાર્ય સાથે અસભ્ય વર્તન કરે છે. જેથી રોષે ભરાયેલાં ગ્રામજનો શિક્ષકને નોકરીમાંથી બરતરફ કરવાની માગ કરી રહ્યા છે.

By

Published : Dec 17, 2019, 9:19 AM IST

ઘોઘંબા તાલુકાનો શિક્ષક ચાલુ શાળાએ નશાની હાલતમાં ઝડપાયો
ઘોઘંબા તાલુકાનો શિક્ષક ચાલુ શાળાએ નશાની હાલતમાં ઝડપાયો

ઘોઘંબા તાલુકાના રાયણના મુવાડામાં આવેલી પ્રાથમિક શાળાનો શિક્ષક છેલ્લા એક વર્ષથી દારૂનો નશો કરી શાળામાં આવતો હોવાની ફરિયાદ સામે આવી છે. ઝાલા ગોવિંદસિંહ નામનો શિક્ષક નશાની હાલતમાં શાળામાં આવે છે અને બાળકો સહિત આચાર્ય સાથે ગેરવર્તૂણુક કરે છે.

આ બાબતે શાળાના આચાર્ય અને ગ્રામજનોએ શિક્ષકને શાળામાં નશો કરવાની મનાઈ હતી. ત્યારે શિક્ષકે ગ્રામજનોને જે થાય તે કરી લેવાની ધમકી આપી હતી. આમ, છેલ્લા કેટલાય સમયથી વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં કરી રહ્યો હતો. જેથી રોષે ભરાયેલાં ગ્રામજનોએ શિક્ષકને ચાલું શાળાએ નશાની હાલતમાં ઝડપી પાડ્યો હતો અને તેની સામે કડક પગલાં લેવાની માગ કરી હતી. ઘટનાની જાણ થતા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરત જ ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. ત્યારબાદ તેમણે ગ્રામજનોને યોગ્ય તપાસ કરી આગળની કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

ઘોઘંબા તાલુકાનો શિક્ષક ચાલુ શાળાએ નશાની હાલતમાં ઝડપાયો

ઉલ્લેખનીય છે કે, એક તરફ સરકાર શિક્ષણ લઈને મોટી મોટી યોજનાઓ કરી રહી છે. ત્યારે શાળામાં કથળતા શિક્ષણ અને કેળવણીના કિસ્સાઓ અવારનવાર સામે આવે છે. જેમાં શિક્ષકો અને તંત્રની બેદરકારી જોવા મળે છે. જેના કારણે વિદ્યાર્થીઓનું ભાવિ અંધેરામાં ધકેલાઈ રહ્યું છે. એટલે જીવનનું ઘડતર કરનાર શિક્ષકની યોગ્ય પરખ કરી તેના હાથમાં દેશના ભાવિની જવાબદારી સોંપવાની લોકમાગ ઉગ્ર બની છે.

ABOUT THE AUTHOR

...view details