ભારત દેશમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. આગામી 2021ના વર્ષમાં હવે વસ્તી ગણતરી કરવામાં આવશે. આ વખતે વસ્તી ગણતરી પહેલા હાઉસ લિસ્ટીંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પંચમહાલ જિલ્લામાં પણ હાઉસ લિસ્ટીંગ કરવામાં આવશે. તેના ભાગરૂપે આ સમયે હાઉસીસ પોપ્યુલેશન હાથ ધરવામાં આવશે.
પંચમહાલ જિલ્લામાં હાઉસ લિસ્ટીંગ તાલીમનો પ્રારંભ કરાયો - તાલીમ પ્રોજેકટર
પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલા કલેકટર કચેરીના સભાખંડ ખાતે હાઉસ લિસ્ટીંગ તાલીમનો પ્રારંભ થયો છે. આ તાલીમ બે દિવસ ચાલશે. જેમાં ગાંધીનગરથી આવેલા માસ્ટર ટ્રેનર દ્રારા હાઉસ લીસ્ટીંગમાં જોડાનારા ચાર્જ અધિકારી ઓને તાલીમ આપવામાં આવી હતી.
પંચમહાલ જિલ્લામાં પણ આ કામગીરી તંત્ર દ્રારા હાથ ધરવામાં આવશે. આગામી એપ્રિલ મહિનાના 16મી તારીખથી આ હાઉસ લિસ્ટીગની પ્રથમ ચરણની કામગીરી હાથ ધરવામાં આવશે. જેના ભાગરૂપે જિલ્લાના ચાર્જ ઓફિસરોને તજજ્ઞો દ્રારા તાલીમ આપવામાં આવી હતી. ગોધરા સેવા સદનના સભાખંડમાં આ તાલીમ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
વસ્તી ગણતરી કચેરી ગાંધીનગરના માસ્ટર ટ્રેનર રણવીર સિંહ દ્રારા હાઉસ લીસ્ટીંગ અંગેની તાલીમ પ્રોજેકટર પર આપવામાં આવી હતી.આ હાઉસ લિસ્ટીંગની કામગીરી હાઉસ લીસ્ટીંગ મોબાઇલ એપ્લિકેશન થકી કરવામાં આવશે.