ગુજરાત

gujarat

ETV Bharat / state

હાલોલનગરમાં ધોધમાર વરસાદ થતાં સ્થાનિકો પરેશાન - ધોધમાર વરસાદ

પંચમહાલઃ જિલ્લાના હાલોલનગરમાં મેઘરાજાની રી એન્ટ્રી થતાં સ્થાનિકો ચિંતામાં મૂકાયા છે.  મોડી રાતથી વરસાદ શરૂ થતાં ઠેર-ઠેર પાણી ભરાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં ઘૂટણસમા પાણી ભરાતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે  તંત્રની નિષ્ક્રિય કામગીરીને કારણે નગરજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

હાલોલનગરમાં ધોધમાર વરસાદ થતાં સ્થાનિકો પરેશાન

By

Published : Aug 27, 2019, 10:44 PM IST

હાલોલ નગરમાં વરસાદના પગલે પાણી ભરાતા તંત્રની પ્રિમોન્સુન કામગીરી પણ ખુલ્લી પડી છે. તો બીજી તરફ નદીના પાણીમાં વધારો થતાં લોકો ચિંતામાં મૂકાયાં છે. જિલ્લાના ગોધરા અને શહેરા તાલુકાના છેવાડેથી પસાર થતી મહીસાગર નદી બે કાંઠે વહી રહી છે.

પાનમ નદીનું પાણી મહિસાગર નદીમાં ઠલવાતા કડાણા ડેમનું પાણી છોડવાથી મહીસાગર નદી બે કાંઠે વહી રહી છે. શહેરા અને ગોધરા તાલુકાના કેટલાંક ગામો મહીસાગર નદીને કિનારે આવેલા છે. જેથી તંત્ર દ્વારા આ બંને તાલુકાને સતર્કતા જાળવવાની સૂચના આપી છે.

હાલોલનગરમાં ધોધમાર વરસાદ થતાં સ્થાનિકો પરેશાન

આંકડકીય માહિતી અનુસાર જિલ્લાનાં શહેરા 45mm, ગોધરા 78mm મોરવા, હડફ 78mm, હાલોલ 34mm, કાલોલ 34m, જાંબુઘોડા 40mm અને ઘોંઘબા 33mm વરસાદ નોંધાયો હતો. જેથી સ્થાનિક તંત્ર પણ વરસાદી કામગીરીને લઈ સતર્કતા જાળવેે તેવી લોકમાગ પ્રબળ બની છે.

ABOUT THE AUTHOR

...view details