ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલમાં કાળઝાળ ગરમી,તાપમાન 44 ડિગ્રીને પાર

પંચમહાલઃ જિલ્લામાં રસ્તાઓ બન્યા સુમસામ ,પારો 44 ડીગ્રીએ પહોચ્યો. પંચમહાલ, ગુજરાતમાં હીટવેવની આગાહીના પગલે આજે પંચમહાલ જીલ્લામાં પણ ગરમીની વ્યાપક અસર જોવા મળી હતી.

By

Published : Apr 27, 2019, 9:05 PM IST

સ્પોટ ફોટો

ત્યારે લોકોએ કાળઝાળ ગરમીના કારણે ઘરમાથી બહાર નીકળવાનુ ટાળ્યુ હતુ.પંચમહાલ જિલ્લામાં તાપમાનનો પારો 44 ડીગ્રી પહોચ્યુ હતુ. પંચમહાલ જિલ્લામાં આજે હીટવેવની અસર જોવા મળી રહી હતી અને બપોરથીજ જાણે આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવો માહોલનો અનુભવ પંચમહાલના જીલ્લાવાસીઓને થતો હતો.

પંચમહાલ જિલ્લામાં કાળજાળ ગરમીનો પારો 44 ડીગ્રીએ પહોચ્યો

જીલ્લામાંથી પસાર થતો હાલોલ-શામળાજી હાઇવે માર્ગ પણ સુમસામ જોવા મળતો હતો. ભારે ગરમીની અસરના કારણે લોકોએ ઘરની બહાર નીકળવાનુ ટાળી દીધુ હતુ. અને AC અને પંખામા રહેવાનુ મૂનાસીબ માન્યૂ હતુ. તેમજ ગરમીથી રાહત મેળવવા માટે ઠંડાપીણાનો આસરો લીધો હતો.

ABOUT THE AUTHOR

...view details