પંચમહાલ : જીલ્લાના હાલોલ ખાતે (SSO) એસટી, એસસી, ઓબીસી મહાસંઘ દ્રારા આપવામા આવેલા આવેદનપત્રમા ST, SC, OBCના નાગરિકો માટે બંધારણમા રોજગાર, શિક્ષણની જોગવાઈ છે. આ જોગવાઇનુ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે હનન થઇ રહ્યૂ હોવાનો આક્ષેપ કરવામા આવ્યો હતો.
SSO મહાસંઘ દ્રારા આજે હાલોલ મામલતદારને આવેદનપત્ર આપ્યું ..જાણો કેમ ? - પંચમહાલ
જીલ્લાના હાલોલ ખાતે એસએસઓ અધિકાર મહાસંઘના અગ્રણીઓ દ્રારા ગાંધીનગર ખાતે ચાલતા આંદોલનોને ટેકો આપવા તેમજ ભારતના બંધારણ વિરુધ્ધ સરકાર દ્રારા કરવામા આવતી કામગીરી અટકાવવા અને બંધારણ મૂજબ અમલ કરાવવા તેમજ સરકારની વિવિધ નીતીઓના વિરોધને લઇને સુત્રોચ્ચાર સાથે અગ્રણીઓ દ્રારા મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ હતું.
આ તકે આવેદનપત્ર આપતા જણાવ્યું કે ગુજરાત સરકાર ST, SC, OBCના ઉમેદવારો મેરીટમા આવ્યા હોવા છતા લાભ આપતા નથી. આ આંદોલન ગાંધીનગરમા ચાલી રહ્યુ છે. જેનો અમે ટેકો આપીએ છીએ. વધુમાં આઉટ સોર્સિસથી થતી કોન્ટ્રાક પધ્ધતિઓ રદ કરવામા આવે, પેસા એકટનો અમલ કરવામા આવતો નથી જેનાથી આદિવાસીઓનો વિકાસ અવરોધાય છે. એસટી, એસસી, ઓબીસી માટે જે ફંડ ફાળવામા આવે છે તેનો યોગ્ય ઉપયોગ કરવામા આવે, વર્ગ -૪ની ભરતી બંધ કરવામા આવી છે. તેને ચાલુ કરવામા આવે, શિક્ષણનું ખાનગીકરણ બંધ કરીને ફરજીયાત શિક્ષણ આપવામા આવે, ગ્રામિણ વિસ્તારમા શાળા મર્જ કરવાનો નિર્ણય કરવામા આવ્યો છે તેને રદ કરવામા આવે અને વિદ્યાર્થીઓને ઘરઆગણે શિક્ષણ મળે તેવી જોગવાઇ કરવામા આવે સહિતના મૂદ્દાઓને આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામા આવ્યો હતો.