ગુજરાત

gujarat

ETV Bharat / state

‘ગ્રીન યુનિવર્સિટી, ક્લીન યુનિવર્સિટી’ના સંદેશા સાથે વિદ્યાર્થીઓએ કર્યું વૃક્ષારોપણ - gujarat

પંચમહાલઃ જિલ્લાના વડામથક ગોધરા ખાતે આવેલી શેઠ પીટી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના NSS વિભાગ દ્રારા ગ્રીન યુનિવર્સિટી અને ક્લીન યુનિવર્સિટીના સંદેશ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાઈસ ચાન્સેલર તેમજ 6 જેટલી કૉલેજના વિદ્યાર્થીઓ, અધ્યાપકો, રોટરી ક્લબના સભ્યોએ આ કાર્યક્રમમાં હાજર રહીને કેમ્પસમાં 300 જેટલા વૃક્ષો વાવીને તેના જતન કરવાનો સંકલ્પ લીધો હતો.

godhra

By

Published : Jul 8, 2019, 9:37 PM IST

Updated : Jul 8, 2019, 9:51 PM IST

ગોધરા ખાતે આવેલી શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કૉલેજના NSS વિભાગ હેઠળ ધ પ્લાન્ટેશન પ્રોગ્રામ હેઠળ ગ્રીન યુનિ અને ક્લીન યુનિવર્સિટીના સંદેશ સાથે એક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ રેલીનું કોલેજના ગેટ ખાતેથી લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને ગાંધીચોક સર્કલ પાસે પહોંચીને ગાંધીજીની પ્રતિમાને ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રતાપસિંહ ચૌહાણે ફુલહાર ચઢાવ્યા હતા. ત્યારબાદ ગદુકપૂર ખાતે આવેલા યુનિવર્સિટીના કેમ્પસ ખાતેની ખૂલી જગ્યામાં 300 જેટલા વિવિધ જાતના વૃક્ષના છોડની રોપણી ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને અધ્યાપકો દ્રારા કરવામાં આવી હતી.

ગ્રીન યુનિ...ક્લિન યુનિના સંદેશ સાથે વિધાર્થીઓનું વૃક્ષારોપણ

VC પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું હતુ કે, ગુજરાતની બધી યુનિવર્સિટીમાં વૃક્ષા રોપણ કાર્યક્રમ થઇ રહ્યો છે. જેમાં વિદ્યાર્થીઓની જ ભાગીદારી સાથે ‘ઝાડ વાવો અને તેનો ઉછેર કરો’નો સંકલ્પ લીધો હતો.

Last Updated : Jul 8, 2019, 9:51 PM IST

ABOUT THE AUTHOR

...view details