ગુજરાત સરકારનું શિક્ષણ વિભાગ હવે ડિઝિટલ ઇન્ડિયાની વ્યાખ્યાને સાર્થક કરી રહ્યું છે. રાજ્યની પ્રાથમિક શાળાઓમા હવે ફરજ બજાવતા શિક્ષકો અને અભ્યાસ કરતા બાળકોની તમામ ગતિવિધિઓનું સ્કૂલ મોનિટરીંગ સિસ્ટમ અને GPS સિસ્ટમથી સજ્જ એવા ટેબલેટ દ્વારા ઑનલાઈન ગાંધીનગરથી મોનિટરીંગ કરી શકાશે. ગુજરાતની શાળાઓની સાથે સંકળાયેલા તાલુકા કક્ષાના શિક્ષણ વિભાગના BRC કો-ઓર્ડીનેટર અને CRC કો-ઓર્ડીનેટરને આ ટેબલેટ આપવામાં આવ્યા છે.
પંચમહાલ જિલ્લામાં હવે શિક્ષકો ઉપર રહેશે બાજ નજર, જાણો કેમ... - ronak panchal
પંચમહાલ: જિલ્લામાં હવે શિક્ષકોની કામગીરી ઉપર ટેબ્લેટથી નજર રાખી શકાશે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલ મોનિટરીંગ સિસ્ટમ અંતર્ગત જિલ્લાના 7 BRC કો-ઓર્ડીનેટર અને 125 CRC કો-ઓર્ડીનેટરને મળી કુલ 131 ટેબલેટ પંચમહાલ જિલ્લામાં આપવામાં આવ્યા છે. આ ટેબ્લેટથી શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોની કામગીરીનું ઓનલાઈન મોનિટરીંગ કરી શકાશે.
પંચમહાલ
પંચમહાલ જિલ્લામાં આવા 132 ટેબલેટ આપવામાં આવ્યા છે. તેનાથી શાળાઓનું નિયમિત મોનિટરીંગ કરી શકાશે. આ સિસ્ટમ યોજના હેઠળ ગાંધીનગર ખાતે કમાન્ડ ઍન્ડ કન્ટ્રોલ પ્રોજેકટ દ્વારા સીધુ લાઈવ મોનિટરીંગ કરવામાં આવશે. આ ટેબલેટની ખાસ વિશેષતા એ છે કે, જે BRC અથવા CRC કો-ઓર્ડીનેટર સંબંધિત શાળામાં લઈ જશે ત્યારે જ તે શરૂ થશે. આ ટેબલેટમાં ઑનલાઈન હાજરી, પરીક્ષાલક્ષી માહિતી, SMC ગ્રાન્ટ સહિતની જરૂરી માહિતી ઉપલબ્ધ થશે.