ગુજરાત રાજ્યમાં મગફળી અને તુવેર દાળ બાદ મોટુ કૌભાંડ બાદ જિલ્લાના કાલોલ ખાતે આવેલા સરકારી ગોડાઉનમાં ઘઉ અને ચોખાની બોરીઓની ઘટ ઓડીટ દરમિયાન બહાર આવતા 3.44 કરોડનુ મસમોટુ કૌભાંડ બહાર આવ્યુ હતુ.જેમા ગોડાઉન મેનેજર,લેબરકોંન્ટ્રાકટર, સહિત 9 આરોપીઓ સામે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી.
પંચમહાલમાં અનાજ કૌભાંડમાં ગોડાઉન મેનેજરની ધરપકડ, 4 દિવસના રિમાન્ડ મંજૂર - Gujarati News
પંચમહાલઃ જિલ્લાના કાલોલ ખાતે બહુચર્ચિત સરકારી ગોડાઉનમાં અનાજના જથ્થાની બોરીઓની ઘટ થવાને મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવતા 22 દિવસ બાદ ગોડાઉન મેનેજરની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. જો કે, આ મામલે ગોડાઉન મેનેજર દ્વારા જેમની સામે આક્ષેપ કરવામાં આવી રહ્યા હતા તે મહેન્દ્ર બેલદાર સહિત કુલ 8 આરોપીઓ તેમજ હાલ પોલીસ પકડથી દુર છે.
ગોડાઉન મેનેજર ધરપકડ 4 દિવસના રિમાન્ડ,હજુ અન્ય આરોપી પોલીસ પકડથી દુર
કાલોલ ખાતે પૂરવઠા ગોડાઉનના અનાજ કૌભાંડમા સંડોવાયેલા સરકારી અધિકારીઓ પૈકી 1 આરોપી ઈન્ચાર્જ ગોડાઉન મેનેજર એસ. કે. વસાવાની ધરપકડ કરી તપાસ અધિકારી દ્વારા કોર્ટમા રજુ કરવામાં આવતા કોર્ટે 4 દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે.હાલમાં એક આરોપી પોલીસની પકડમાં છે.ત્યારે અન્ય આરોપીઓ સુધી પોલીસ ક્યારે પહોચે છે.