ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોધરા તાલુકવિકાસ અધિકારી સામે ગોધરા તાલુકાના સરપંચો આંદોલનના મુડમાં - Development works

ગોધરા તાલુકા પંચાયતના સરપંચો દ્વારા ગોધરા તાલુકા વિકાસ અધિકારી સામે લાખો રૂપિયાના કામો કરવા છતાં તે કરેલા કામોના નાણાં(બિલો) કોઈપણ કારણ વગર અટકાવતા હોવાના આક્ષેપ કર્યા હતો.

ગોધરા તાલુકવિકાસ અધિકારી સામે ગોધરા તાલુકાના સરપંચો આંદોલનના મુડમાં
ગોધરા તાલુકવિકાસ અધિકારી સામે ગોધરા તાલુકાના સરપંચો આંદોલનના મુડમાં

By

Published : Nov 7, 2020, 12:50 PM IST

  • ગોધરા તાલુક વિકાસ અધિકારી સામે ગોધરા તાલુકાના સરપંચો આંદોલન
  • વિકાસના કામો પુરા કર્યા બાદ બીલો પર સહી ન કરવાનો આક્ષેપ
  • વારંવાર જેતે ગામની મુલાકાત લઈ સરપંચોના કામમાં ભૂલ બતાવતા ટી.ડી.ઓ
  • તાલુકા વિકાસ અધિકારીની બદલી કરી અન્ય અધિકારીની નિમણૂક કરવા વિનંતી

પંચમહાલઃ ગોધરા તાલુકા પંચાયતના સરપંચો દ્વારા ગોધરા તાલુકા વિકાસ અધિકારી સામે લાખો રૂપિયાના કામો કરવા છતાં તે કરેલા કામોના નાણાં(બિલો) કોઈપણ કારણ વગર અટકાવતા હોવાના આક્ષેપ કર્યા હતો. સાથે તાલુકા વિકાસ અધિકારીની જોહુકમી સામે ગાંધીનગર પંચાયત પ્રધાનને તેમજ જિલ્લા વિકાસ અધિકારીને આ મામલે રજૂઆત કરી હતી.

ગોધરા તાલુકવિકાસ અધિકારી સામે ગોધરા તાલુકાના સરપંચો આંદોલનના મુડમાં
તાલુકા વિકાસ અધિકારી સામે સરપંચોનો વિરોદ્ધ

ગોધરા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી સામે તાલુકાના સરપંચોએ બાયો ચઢાવતા ગોધરા તાલુકા વિકાસ અધિકારીની કાર્ય પધ્ધતિ સામે વિરોધ દર્શાવ્યો હતો. જેમાં સરપંચોએ પોતાના પંચાયત વિસ્તારના ગામોમાં કરેલા વિકાસના કામોના નાણાંના બિલો પર તાલુકા વિકાસ અધિકારી સહી ન કરતા હોવાનો આક્ષેપ પણ સરપંચોએ કર્યો હતો. આ અધિકારીની ફરિયાદ પણ ગાંધીનગર ખાતે પંચાયત પ્રધાનને કરતા તેઓ તરફથી પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરાતા સરપંચોમાં નિરાશા વ્યાપી હતી. આ મામલે બામરોલી ગામના સરપંચ રમણભાઈ ચંદુભાઈ બારીયા તેમજ તેઓનો પરિવાર આગામી સોમવારે તાલુકા પંચાયત ગોધરા ખાતે ભૂખ હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી.ગોધરા તાલુકા વિકાસ અધિકારી સામે તાલુકાના સરપંચોએ બાયો ચઢવાતા આ મામલો ગરમાયો હતો. આગામી સમયમાં શું પરિણામ આવશે. એ તો આવનાર સમય જ બતાવશે હાલ તો તેમ લાગી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details