પંચમહાલઃ પ્રાપ્ત વિગતો અનુસાર શહેરા તાલુકાના બોરિયા ગામના રહીશ જોખનાભાઈ તાવીયાડ શહેરા ખાતે લખારા સોસાયટી પાસે આવેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના એટીએમ ખાતે નાણા જમા થયા નહી કે તેની તપાસ માટે ગયા હતા.પણ તેમને એટીએમ ઓપરેટ કરતા ન ફાવતુ હોય એટીએમમા ઉભા રહેલા એક અજાણ્યા ઇસમને એટીએમ કાર્ડ આપ્યુ હતુ.અને તેને ત્રણ વખત એટીએમ મશીનમા કાર્ડ નાખીને ચેક કર્યુ હતુ. ત્યારબાદ તેમણે રહીશને જણાવ્યુ હતુ કેખાતામાં પૈસા નથી.
નાણાં જમાં થયા કે નહીં તે ચેક કરવા ATM કાર્ડ આપ્યુ અને અજાણ્યા ઈસમે 1.98 લાખ ઉપાડી લીધા, પંચમહાલનો કિસ્સો - નાણાં જમાં થયા કે નહીં તે ચેક કરવા ATM કાર્ડ આપ્યુ અને અજાણ્યા ઈસમે 1.98 લાખ ઉપાડી લીધા, પંચમહાલનો કિસ્સો
પંચમહાલ જીલ્લાના શહેરા તાલૂકાના બોરીયા ગામના એક રહીશને અજાણ્યા ઇસમને એટીએમ કાર્ડ આપવુ ભારે પડ્યૂ હતુ.પોતાના એકાઉન્ટમાં નાણાં જમા થયા છેકે નહી તે તપાસ માટે એક નજીક ઉભા રહેલા અજાણ્યા ઇસમે એટીએમ આપ્યુ હતુ. તે વખતે એટીએમ બદલીને અલગ અલગ જગ્યાએથી 1,98,910 લાખ રુપીયાની ઉપાડી છેતરપીંડી કરી હતી.આ મામલે રહીશે પોલીસ ફરિયાદ નોંધાવતા તપાસના ચક્રો ગતિમાન કર્યાછે.
નાણાં જમાં થયા કે નહીં તે ચેક કરવા ATM કાર્ડ આપ્યુ અને અજાણ્યા ઈસમે 1.98 લાખ ઉપાડી લીધા, પંચમહાલનો કિસ્સો
ત્યારબાદ તે ઇસમ એક સ્વિફટ કારમાં બેસી જતો રહ્યો હતો. ત્યારબાદ તેમના ખાતામાથી અલગ સમયે સમયે 1,98,910 લાખ રુપિયા ઉપાડીને છેતરપીંડી કરી હતી.આ મામલે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોધાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.
અત્રે નોધનીયછે કે બેંક દ્રારા અવારનવાર અજાણ્યા વ્યક્તિઓને એટીએમ કાર્ડ ન આપવાનૂ સુચન કરવામા આવે છે.તેમ છતાં અજાણ્યા ઇસમોને એટીએમ આપતા હોય છે.અને છેતરપીંડીનો ભોગ બનતા હોય છે.અને પછી પસ્તાવાનો વારો આવતો હોય છે.
Last Updated : Jan 31, 2020, 2:49 AM IST