ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલના શહેરામાં પાનમ નદીમાં બોટ પલટી ખાતા ચારના મૃત્યું - Death by drowning in the river

પંચમહાલ જિલ્લાના બોરીઆવ ગામના એક જ પરિવારના 3 સભ્યનું નદીમાં ડુબવાના કારણે મૃત્યુ થયું હતું. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.

x
પંચમહાલના શહેરામાં પાનમ નદીમાં બોટ ઉંધી વળતા ચારના મૃત્યું

By

Published : May 30, 2021, 1:16 PM IST

  • બોરીઆવી ગામનો એક પરિવારનું નદીમાં ડુબવાથી મૃત્યું
  • હોડી ચાલકનો કોઈ પત્તો નહીં
  • પોલીસે તપાસ હાથ ધરી

પંચમહાલ: જિલ્લાના બોરીઆવી ગામમાંથી એક પરિવાર મોરવા હડફ લગ્ન પ્રસંગ માટે બોટમાં જઈ રહ્યું હતું પણ બોટ ઉંધી થતા આખુ પરીવાર નદીમાં ડૂબી ગયું હતુ અને તેમના મૃત્યુ થયા હતા. પોલીસને આ અંગે જાણ થયા તેઓ ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી હતી.

પ્રસંગમાં ગયો હતો પરિવાર

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બોરીઆવી ગામે આવેલા ડાભી ફળિયામાં રહેતા સુરેશભાઈ તેમજ તેમની પત્ની અને પુત્રી હડફ મોરવા તાલુકાના ગાજીપૂર ગામે પોતાના સગાવહાલને ત્યાં મેખર ગામે હોડીમાં બેસી લગ્ન પ્રસંગમાં ગયા હતા. સાંજના સમયે પરિવાર હોડીમાં જ બેસી પોતેને ઘરે આવતા હતા પણ હોડીનું સતુલંન બગડતા પરીવાર સમેત હોડી ચાલક રમેશભાઈ જાલુભાઈ પટેલ નદીમાં ડુબી ગયા હતા.

આ પણ વાંચો : બેડી નદીમાં નાહવા પડેલા યુવકનું ડૂબી જવાથી મૃત્યું

હોડી ઉંધી વળવાને કારણે મૃત્યુ

પરિવાર મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા પરિવારના અન્ય સભ્યએ તેમની શોધખોળ કરી હતી ત્યારે તેમને નદીમાં હોડી ડુબવા અંગે જાણ થઈ હતી કે એક નાની હોડી નદીમાં પલટી ગઈ છે ઘટનાની જાણ ગ્રામજનોને થતા સ્થાનિક તરવૈયાઓ દ્વારા મૃતદેહો ને પાણીમાં શોધવાની તજવીજ હાથ ધરી હતી.લાંબી મેહેનત પછી બોરીઆવી ગામના પતિ પત્ની અને પુત્રીના મૃતદેહો હાથ લાગ્યા હતા.

પંચમહાલના શહેરામાં પાનમ નદીમાં બોટ ઉંધી વળતા ચારના મૃત્યું

પોલીસે હાથ ધરી તપાસ

ઘટનાને કારણે પરિવારજનોમાં ગમગીની ફેલાઈ ગઈ હતી.જ્યારે હોડીના ચાલકના મૃતદેહ નો પતો લાગ્યો નહતો.ઘટનાની જાણ થતાં શહેરા પોલીસ અને શહેરા પ્રાંત અધિકારી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો : ભરૂચ: નર્મદામાં ન્હાવા પડેલા 3 યુવાનો તણાયા, એકનો બચાવ

ABOUT THE AUTHOR

...view details