- પંચમહાલમાં આડા સંબધ હોવાના વહેમના કારણે પિતા-પુત્રની હત્યા
- પિતા-પુત્ર 20 ઓક્ટોબરના રોજ ગુમ થયા હતા
- હજી સુધી પુત્રનો મૃતદેહ લાપતા
પંચમહાલઃ જિલ્લાના વલ્લવપુર ગામમાં ગત 20મી ઓક્ટોબરના રોજ ગામના મંદિર ફળિયામાં રહેતો 28 વર્ષીય ચિરાગ ભરતભાઈ માછી અને તેનો 2 વર્ષનો પુત્ર પ્રિન્સ મોરવા(રેણાં) ગામે ફરવા લઈ ગયો હતો. સાંજના ૫ વાગ્યે તેઓ ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ મોડી રાત સુધી પણ ચિરાગ ઘરે ન આવતા તેના પરિવારજનો દ્વારા સગાસંબંધીમાં ટેલિફોન કરી જાણકારી મેળવવા પ્રયત્નો કર્યો હતો. પરંતુ ચિરાગ ત્યા પણ મળ્યો નહતો. જેથી તેની માતાએ ચિરાગ અને તેનો પુત્ર ગુમ થયો હોવાની જાણવાજોગ ફરિયાદ શહેરા પોલીસ મથકે નોંધાવી હતી.
આડા સબંધ હોવાની શંકાના કારણે પિતા-પુત્રની મોતને ઘાટ ઉતાર્યા
શહેરા પોલીસ મથકના PI એન.એમ.પ્રજાપતિ સહિતની ટીમે તપાસ હાથ ધરતા મોરવા(રેણાં) ગામની હાઇસ્કુલ સામે રોડની સાઈડમાં ચિરાગની બાઈક પડેલી મળી આવી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા ઝીણવટ ભરી હાથ ધરતા ચિરાગ માછીને ગોકળપુરા ગામના ફુલચંદ ઉર્ફે ભીખાભાઈ પગીએ પોતાની પુત્રી સાથે આડોસંબંધ હોવાનો વહેમ રાખી ફુલચંદ પગી અને તેનો પુત્ર શૈલેષ ફુલચંદ પગી તેમજ ખરોલી ગામના જગદીશ ઉર્ફે જયદીપ પરમાર અને ચિત્રિપુર ગામનો ધર્મેન્દ્ર ઉર્ફે ધમો અર્જુન તલાર આ ચારેય ઈસમોએ ભેગા મળી ચિરાગને મારવાનું કાવતરું રચ્યું હતું અને 20મી ઓક્ટોબરની સાંજે ચિરા અને પ્રિન્સને મોરવા આવવા નીકળ્યો હોવાની માહિતી મેળવી ફુલચંદ પગી તેમજ તેના સાગરિતોએ મળી ચિરાગ અને તેના પુત્રને ગાડીમાં ખરોલી ગામના ખેતરમાં લઈ ગયા હતા, જ્યા ચિરાગને મારમારી ચિરાગ અને પુત્રને ગોધરા તાલુકાના નદીસર નજીક જુનીધરી ગામની સીમમાંથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલના પાણીમાં ફેંકી દીધો હતો.