ગુજરાત

gujarat

ETV Bharat / state

ચૂંટણી પંચે આજે EVM ડિસ્પેચની કાર્યવાહી કરી

પંચમહાલઃ લોકસભા બેઠક પર આવતીકાલે મતદાન યોજાનાર છે, ત્યારે પંચમહાલ લોકસભા બેઠક પર શાંતિપૂર્ણ મતદાન યોજાય તે માટે પૂરતા પોલીસ બંદોબસ્તની સાથે પુરતો પોલીંગ સ્ટાફની પણ નિમણૂક કરવામાં આવી છે. પંચમહાલ લોકસભા બેઠકના કુલ 2146 મતદાન મથકો આવેલા છે.

By

Published : Apr 22, 2019, 11:52 PM IST

ચૂંટણી પંચ દ્વારા આજે ઈવીએમ ડીસ્પેચની કાર્યવાહી કરવામાં આવી

જેની પર કુલ 10730 જેટલા કર્મચારીઓની પણ નિમણુક કરવામાં આવી છે. આવતીકાલના મતદાનને લઈને આજરોજ મતદાન મથકો સુધી ઈવીએમ પહોંચાડવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે .જેમાં કુલ 2312 બેલેટ યુનિટ ,1814 કંટ્રોલ યુનિટ અને 1913 વીવીપેટ મશીનનો ઉપયોગ કરવામાં આવનાર છે . પંચમહાલ લોકસભા બેઠક પર આવેલા શહેરી 233 અને ગ્રામ્ય 1913 જેટલા મતદાન મથકો આવેલા છે.

ચૂંટણી પંચ દ્વારા આજે ઈવીએમ ડીસ્પેચની કાર્યવાહી કરવામાં આવી

જેની પર આવતીકાલે મતદાન યોજાનાર છે. પંચમહાલ લોકસભા બેઠક પર કુલ 8,94,943 પુરુષ અને 8,94,943 મહિલા મતદારો મળીને કુલ 17,35,585 જેટલા મતદારો નોધાયેલા છે . પંચમહાલ લોકસભા બેઠક પર આ ચૂંટણીમાં કુલ 25 જેટલા સખી મતદાન મથકોની પણ રચના કરવામાં આવી છે .મતદાન મથકો સુધી પોલીંગ સ્ટાફ તેમજ ઇવીએમ ને પહોંચાડવા માટે એસ .ટી બસ સહીત ખાનગી વાહનોની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details