ગુજરાત

gujarat

ETV Bharat / state

Crime news: ગોધરાના ખાડી ફળિયામાં 4 વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો

ગોધરાના ખાડી ફળિયા વિસ્તારમાં આવેલા તળાવમાંથી 4 વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાને પગલે રહીશોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. ગત સપ્તાહે એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો જ્યારે આજે મળી આવેલી બાળકી તેનું જ સંતાન હોવાનું બહાર આવ્યું છે.

dead-body-of-a-4-year-old-girl-was-found-in-godhras-khadi-paliya
dead-body-of-a-4-year-old-girl-was-found-in-godhras-khadi-paliya

By

Published : Jan 20, 2023, 4:34 PM IST

ગોધરા:પંચમહાલ ગોધરાના ખાડી ફળીયા વિસ્તારમાં ફરી એકવાર એક બાળકીનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો હોય તેવી ઘટના સામે આવી છે. ડી કમ્પોઝ થયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા લોકોમાં ચકચાર મચી જવા પામ્યો હતો. ઉલ્લેખનીય છે કે આજથી એક અઠવાડિયા પહેલા પણ એક આવો જ કિસ્સો બન્યો હતો. જ્યાં એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી.

મૃતદેહ મળ્યાની ઘટનાને લઈને રહીશોમાં ફફડાટ

આ પણ વાંચોNewborn abandoned case: કચરામાં ફેંકી દીધેલા બાળકને માતાએ સ્વીકાર્યું, ફેંકવા પાછળનું કારણ ઉઘડ્યું

એક જ અઠવાડીયામાં બે મૃતદેહ મળ્યા:પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા રેલ્વે કોલોની નજીક આવેલા ખાડી ફળિયા વિસ્તારમાં આવેલા એક તળાવમાંથી કાદવ નીચે મો દબાયેલું હોય તેવો એક બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઈ મોટી સંખ્યામાં લોકટોળા એકઠા થયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. થોડા દિવસો અગાઉ પણ આજ તળાવ વિસ્તામાંથી એક મહિલાની લાશ મળી આવી હતી .જેમાં ગત સપ્તાહે મળેલી મહિલા દાહોદ જિલ્લાના કાળીતલાઈ પંથકની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. માતા અને પુત્રી રેલવે સ્ટેશન વિસ્તારમાં ભીખ માગીને પોતાનું પેટિયું રળતા હોવાની વિગતો જાણવા મળી રહી છે. આજ રોજ મળેલા બાળકીના મૃતદેહને પી.એમ રૂમમાં ખસેડી ગોધરા બી ડિવિઝન પોલીસે તેના વાલી વારસોને કરી છે. માતા પુત્રી કેમ તળાવમાં ઝંપલાવ્યું હશે જે અંગે તેના સ્વજનો પણ અજાણ હોવાનું જણાવી રહ્યા છે.

તળાવમાંથી 4 વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવ્યો

આ પણ વાંચોPatan news: સિદ્ધપુરમાં પોલીસે અપહરણ અને ખંડણીનો કારસો નિષ્ફળ બનાવ્યો

લોકોમાં ફફડાટ:એક જ સપ્તાહમાં મળી આવેલા બે મૃતદેહ મળી આવ્યાની ઘટનાને લઈને સ્થાનિકોમાં ડર સાથે રોષ જોવા મળી રહ્યો હતો. નાની બાળકીના મળી આવેલા મૃતદેહને પગલે પોતાના સંતાનો પણ કઈ રીતે સલામત રહેશે એ વિશેની ચિંતા મહિલામાં જોવા મળી રહ્યો હતો. અને રેલવે તંત્ર દ્વારા બનાવી દેવામાં આવેલા કોટને લઈ સ્થાનિકોમાં રોષ જોવાયો હતો તેમજ પાલિકા દવારા પણ આ તળાવની સાફ સફાઈ કરવામાં આવે એવી માંગ હતી. જે વિસ્તારમાંથી મૃતદેહ મળી આવ્યા છે તે મારવાડી વાસ વિસ્તારના સ્થાનિક લોકોએ સુરક્ષાની બાબતને લઈને ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details