પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરા નગર પાસેથી અણિયાદ ચોકડી પાસે રહેતા જશાભાઇ ગઢવી પોતાના ઘરે જઇ રહ્યા હતા. ઘરે જતા રસ્તા પર પાનમ હાઇ લેવલ કેનાલ આવે છે. ત્યારે રસ્તા પર જતી વખતે અચાનક પગ લપસતા પાણીમાં પડ્યા હતા. જશાભાઇએ બચાવવાની બુમો પાડતા તેમના પુત્ર સાંભળીને દોડી આવ્યા હતા પરંતુ જશાભાઇ ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
પાનમ હાઇ લેવલ કેનાલમાં ગરકાવ થયેલા ઇસમનો મૃતદેહ મળ્યો
પંચમહાલ: જિલ્લાના શહેરા પાસેથી પસાર થતી પાનમ હાઇ લેવલ કેનાલમા રવિવારના સાંજના સમયે પોતાના ઘર તરફ જતા એક ઇસમનો અચાનક પગ લપસી જતાં ઉંડા પાણીમાં ગરકાવ થયો હતો. જેની પરિવાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ સાથે શોધખોળ હાથ ધરી હતી. છેવટે વડોદરાથી NDRFની ટીમ બોલાવીને શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ત્યારે મંગળવારે સવારે ઇસમનો મૃતદેહ મળી આવ્યો હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે શહેરા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
panchmahal
ત્યારબાદ સ્થાનિક શહેરા પોલીસને જાણ કરી ફાયરબ્રિગેડ બોલાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી પણ જશાભાઇને શોધવામાં સફળતા મળી નહોંતી. ત્યારબાદ વડોદરાથી NDRFની ટીમ બોલાવીને શોધખોળ હાથ ધરવામાં આવી હતી. મંગળવારે સવારે ઇસમનો મૃતદેહ મળી આવ્યો હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે શહેરા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટના સ્થળે પોલીસનો સ્ટાફ દોડી આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જશાભાઇનો મૃતદેહ મળતા પરિવારજનોમાં ગમગીનીનો માહોલ છવાયો હતો.