ગુજરાત

gujarat

ETV Bharat / state

મત આપવા જતા પહેલા હીરાબાએ મોદીને આપી હતી ચુંદડી, જાણો તે આવી ક્યાંથી ?

પંચમહાલઃ દેશભરમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. ગુજરાતમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પુર્ણ થઈ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં આવીને મતદાન કર્યુ હતું. ત્યારે માતા હીરાબાએ નરેન્દ્ર મોદીને ચુંદડી ભેટ આપી હતી. તે ચુંદડી પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ટ્રસ્ટ દ્વારા લોકસભાની ચૂંટણીમાં વિજય બને તે માટે પ્રસાદી સ્વરૂપે આપવામાં આવી હતી.

સ્પોટ ફોટો

By

Published : Apr 25, 2019, 10:18 AM IST

Updated : Apr 25, 2019, 10:41 AM IST

પંચમહાલના જિલ્લાનુ હાલોલ તાલુકાનું પાવાગઢ પ્રસિધ્ધ યાત્રાધામ અને બાવન શક્તિપીઠોમાંનુ એક માનવામાં આવે છે.જ્યા લાખોની સંખ્યામાં માઇભકતો આવે છે,અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. દેશના વડાપ્રધાન ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે માતા હિરાબાએ એક ચુંદડી આપવામાં આવી હતી. જે પાવાગઢ ટ્રસ્ટ તરફથી પ્રસાદી સ્વરૂપે નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીમાં વિજય બને તે માટે મોકલવામાં આવી હતી.

આર્શિવાદ સ્વરૂપે મોદીને આપી ચુંદડી

પાવાગઢ ટ્રસ્ટના રાજુભાઇ ભટ્ટ ETV ભારત સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવે છે કે," ચૈત્રી નવરાત્રી વખતે નરેન્દ્ર મોદીના ભાઈ પંકજભાઇ મોદી પાવાગઢ ખાતે માઁ મહાકાલીના દર્શને આવ્યા હતા. તે સમયે તેમને પાવાગઢ મંદિર ટ્રસ્ટ તરફથી પ્રસાદી સ્વરૂપે નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીમાં ફરી વિજય બને તે માટે આપવામાં આવી હતી. જે ચુંદડી હીરાબાએ નરેન્દ્ર મોદીને આર્શિવાદ સ્વરૂપે અર્પણ કરી હતી.

Last Updated : Apr 25, 2019, 10:41 AM IST

ABOUT THE AUTHOR

...view details