ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોધરામાં BSNLનો કર્મચારી મોબાઇલ ટાવર પર ફસાયો - BSNL employee stranded on mobile tower in Godhra

ગોધરા શહેરની સાંપારોડ વિસ્તારની ગોર્વધન નગર સોસાયટી પાસે મોબાઇલ ટાવર ઉપર મેઇન્ટેનન્સને લઇ ઉપર ચઢેલા BSNLના કર્મચારીને 2 કલાક જેટલા સમય સુધી ટાવર ઉપર બે કલાક સૂધી સમડીના કારણે અટવાયો હતો. જો કે, ફાયર વિભાગના ટીમે સમય સૂચકતા વાપરી તેને હેમખેમ નીચે ઉતાર્યો હતો.

godhra
ગોધરા

By

Published : Mar 6, 2020, 9:29 AM IST

પંચમહાલ : પ્રાપ્ત વિગતો અનુસાર ગોધરા શહેરની સાંપા રોડ વિસ્તારમાં આવેલી ગોર્વધન નગર સોસાયટી પાસે આવેલા મોબાઈલ ટાવર ઉપર મેઈન્ટેનન્સ માટે મહેશ વાઘેલા નામનો BSNLનો કર્મચારી ઉપર ચઢ્યો હતો. ટાવર ઉપર ચઢતા ત્યાં સમડીનો માળો અને તેમાં સમડીના બચ્ચા હતા. જેમાં મેઇન્ટેન્સનું કામ પતાવી દીધા પછી નીચે ઉતરતી વખતે અચાનક સમડી આવી જતા તેણે કર્મચારીને ચાંચો મારવાનુ શરુ કરી દીધુ હતુ. કર્મચારી નીચે ઉતરવાની કોશિષ કરતા સમડીએ ચાચો જ મારવાનૂ ચાલુ રાખતા તેને ઊતરવા દીધોન હતો.

ગોધરામાં BSNLનો કર્મચારી મોબાઇલ ટાવર ફસાયો

જેથી કર્મચારી ગભરાઈ ગયો હતો. જેથી તેને સાથી કર્મચારીને આ બાબતની જાણ કરી હતી, ત્યારબાદ ફાયર વિભાગને જાણ કરતા ફાયર કર્મીઓ સેફટી સાધનની મદદ વડે ટાવર ઉપર ચઢીને સલામત રીતે કર્મચારીને રેસ્કયુ ઓપરેશન હાથ ધરીને નીચે ઉર્તાયો હતો. આમ, સમડીના કારણે 2 કલાક જેટલા સમય સુધી કર્મચારીને ટાવર પર અટવાઈ રહેવુ પડ્યુ હતું.

ABOUT THE AUTHOR

...view details