ગુજરાત

gujarat

રાફેલ મામલે પંચમહાલ ભાજપના ધરણા

By

Published : Nov 17, 2019, 1:25 PM IST

પંચમહાલઃ રાફેલ સોદામાં ભ્રષ્ટાચારના મુદ્દે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગાઈના નેતૃત્વ હેઠળની ત્રણ જજોની બેન્ચે રીવ્યુ પીટીશન રદ કરીને ક્લિનચીટ આપી છે. ભાજપમાં આનંદની લાગણી છવાઈ છે. તેમજ રાફેલ મુદ્દે જનતાને ગેરમાર્ગે દોરવા સંદર્ભે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પર વળતો પ્રહાર કરી માફી માંગવાની માંગ સાથે પંચમહાલના ગોધરા સરદાર નગર ખંડ ખાતે ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

રાફેલ મામલે પંચમહાલ ભાજપના ધરણા

પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સરદારનગર ખંડ ખાતે રાફેલ ઉદ્દેશ મોદી સામે પાયાવિહોણા પ્રચાર કરનાર કોંગ્રેસના નેતા અને પાર્ટીને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની આગેવાની હેઠળની ખંડપીઠે રાફેલ મામલે ક્લીન ચીટ આપી છે. ભાજપે પણ કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો છે. કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિરુદ્ધ હાય-હાયના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. રાફેલ મુદ્દે માફી માંગવા રાહુલ સામે બીજેપીના ધરણા કર્યા હતા .જેમાં પંચમહાલના ભાજપના ધારાસભ્યો તેમજ સંગઠનના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

રાફેલ મામલે પંચમહાલ ભાજપના ધરણા

ABOUT THE AUTHOR

...view details