ભાજપના હાલના સાસંદ પ્રભાતસિંહ ચૌહાણની ટીકીટ કપાતા તેઓની નારાજગી ચર્ચાનુ કેન્દ્ર બન્યુ છે, ત્યારે પંચમહાલ લોકસભા બેઠકના ઉમેદવાર રતનસિંહ રાઠોડ કાલોલના ધારાસભ્ય સુમનબેન ચૌહાણના નિવાસ સ્થાને પહોચ્યા હતા.જ્યા ઉપસ્થિત ધારાસભ્ય સુમનબેન ચૌહાણે તેમને ફુલહારથી સ્વાગત કર્યુ હતું.આ સાથે અન્ય કાર્યકરોએ પણ તેમનું સ્વાગત કર્યુ હતું.
ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડ કાલોલના ધારાસભ્ય સુમનબેનના આર્શિવાદ લેવા પહોંચ્યા - Gujarat
પંચમહાલ: લોકસભાની બેઠક માટે રાજકીય માહોલ ગરમાયો છે.એક બાજુ પ્રભાતસિંહ ચૌહાણ અપક્ષમાંથી લડે તેવી શકયતાઓની વચ્ચે હાલમા ભાજપે જેમને ટીકીટ આપી તેવા રતનસિંહ રાઠોડે કાલોલના ધારાસભ્ય સુમનબેન ચૌહાણને મળી આર્શિવાદ લીધા હતા.
સ્પોટ ફોટો
સુમન બહેને એક લાખની જંગી લીડ કાલોલમાંથી અપાવાનો વિશ્વાસ વ્યકત કર્યો હતો. જિલ્લા પંચાયતના પ્રમૂખ રાજપાલ સિંહ જાદવ સહિત અન્ય ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.