વર્લડ હેરિટેજમાં સ્થાન પામનાર પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલી ઐતિહાસિક મસ્જિદના એક ચોક્કસ ભાગમાં અજાણ્યા ઈસમો દ્વારા ટાયર સળગાવી મસ્જિદને નુકશાન પહોંચાડવાનો હીન કક્ષાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને લઇ મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાઈ છે.
મસ્જિદને નુકસાન કરનાર વિરુદ્ધ આવેદન - panchmahal
પંચમહાલ : જિલ્લાના પાવગઢ ખાતે આવેલી ઐતિહાસિક જામા મસ્જિદને નુકશાન પહોંચાડવાનો પ્રયાસ કરનારા તત્વો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ સાથે ગોધરા મુસ્લિમ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
ફાઇલ ફોટો
જેથી આ મામલે ગોધરા શહેરના મુસ્લિમ અગ્રણીઓ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું છે. આવા હીન કક્ષાનો પ્રયાસ કરનારા તત્વોને ઝડપી તેમની સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. અત્રે નોંધનીય છે સમગ્ર દેશમાં એક તરફ કોમી એકતા અને સદભાવનાની વહેતી થઈ છે. તો બીજી તરફ ઓછી માનસિકતા ધરાવતા તત્વો હીન કક્ષાની હરકતો કરી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે કોઈ પણ સમાજની ધાર્મિક ભાવનાઓને દુભાવનારા તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવી ખુબ જરૂરી છે.