પંચમહાલમાં રહેતા ગ્રામીણ વિસ્તારોમાં મોટા ભાગના લોકોના વ્યવસાય ખેતી અને પશુ પાલન છે. પરંતુ, પશુ પાલનના વ્યવસાયમાંથી સારી આવક મેળવતા હોય છે. ત્યારે પશુપાલન કરતા લોકોએ ચોમાસામાં પશુઓના ખોરાકમાં વધારે ધ્યાન રાખવાની જરૂર છે. હાલમાં વાદળછાયા વાતાવરણમાં નવા અને લીલા ઘાસચારાને સૂર્યપ્રકાશનો સીધો પ્રકાશ ન મળવાથી લીલા ઘાસચારામાં નાઈટ્રેટનું ઝેર રહી જતું હોય છે.
પંચમહાલમાં પશુપાલન વિભાગે પશુપાલકોને સાવચેતી રાખવા કરી અપીલ
પંચમહાલ: જિલ્લો પશુપાલન ધરાવતો વિસ્તાર છે. હાલ ચોમાસુ ચાલી રહ્યું છે. ત્યારે પશુ જીવલેણ રોગોનો ભોગ ન બને તે માટે પંચમહાલ પશુપાલન વિભાગ પશુ પાલકોને સાવચેતી રાખવા અપીલ કરી રહ્યું છે.
પંચમહાલમાં પશુપાલન વિભાગે પશુપાલકોને સાવચેતી રાખવા કરી અપીલ
પશુચિકિત્સક ડૉ.એસ.એચ બામણિયાનું કહેવું છે કે, આ પ્રકારનો લીલો ઘાસચારો પશુઓને ખવડાવવાથી પશુઓમાં નાઈટ્રેટનું ઝેર થતું હોય છે. નિંદામણવાળા ઘાસમાં તેની શક્યતા વધારે હોય છે. હાલમાં પશુઓને લીલો ઘાસચારો ન ખવડાવવા તેમજ લીલો ઘાસચારો અને સૂકો ઘાસચારો મિક્સ કરી ખવડાવવાની અપીલ કરી હતી.