શાળાના વિદ્યાર્થીઓએ પણ આ અફઘાની પ્રતિનિધિઓ સાથે પરસ્પર વાર્તાસંવાદ કર્યો હતો. નદીસર ગામના સ્થાનિક લોકોના ઘરે એક રાતનું રોકાણ કરી ભોજન પણ લીધું હતું. ગામ લોકોએ આ અફઘાની પ્રતિનિધિ સભ્યો માટે ગરબાનું આયોજન કર્યુ હતું. આ પ્રતિનિધિ ગરબાની મોજ માણી હતી.
અફઘાનિસ્તાનની NGOના પ્રતિનિધિ મંડળે ગોધરાના નવા નદીસર ગામની મુલાકાત લીધી સ્વિડીશ કમીટી ફોર અફઘાનિસ્તાન નામની એક બિનસરકાર સંસ્થા(NGO)ના 15 સભ્યો ભારતની સંસ્કૃતિ, રહેણી કરણી, શિક્ષણની પદ્ધતિ જાણી શકે તે માટે ગોધરા તાલુકાના નવા નદીસર ગામની મુલાકાત લીધી હતી. આ પ્રતિનિધિઓની ટીમમાં 10 પુરુષો અને 5 મહિલાઓ હતી. આ મુલાકાતમાં Itowe ડેવલપમેન્ટ ફાઉન્ડેશન, અમદાવાદની બિન સરકારી સંસ્થા પણ ભાગીદાર બની હતી. આ સંસ્થાનું મુખ્ય કામ ક્ષમતા વિકાસ અને સાહિત્ય નિર્માણ છે. અમદાવાદની સંસ્થા દ્વારા તાલીમ આયોજન કરવામાં આવ્યું હતું.
મહિલા સભ્ય ખાતીરા માસુમીએ ETV BHARAT સાથે વાતચીત કરતા જણાવ્યું કે, ભારતના લોકોમાં મિત્રતા ભાવ ખુબ જ હોય છે. નવરાત્રીમાં ગરબા સૌ કોઈ સાથે મળીને રમે છે. જેમાં એકતા ભાવ જોવા મળે છે. ભારતીય ભોજનની દરેક વાનગી પસંદ છે. માસુમી આ સંસ્થામાં ઘણા વર્ષોથી જોડાયેલી છે અને તેને પાકિસ્તાનમાં રહીને આ સંસ્થા માટે કામ કર્યું હોવાથી માસુમીને ઉર્દૂ અને હિન્દી સારું આવડે છે.
ઉલ્લેખનીય છે કે, સ્વિડીશ કમિટી ફોર અફઘાનિસ્તાન નામની આ સંસ્થા અફઘાનિસ્તાનમાં છેલ્લા 30 વર્ષથી કામ કરે છે. આ એક સ્વયં સેવી સંસ્થા છે. જે મુખ્યત્વે આરોગ્ય શિક્ષણ અને મહિલાઓ માટે કામ કરે છે. આ સંસ્થામાં લગભગ 6 હજાર જેટલા લોકો કામ કરે છે.
અફઘાનિસ્તાનમાં ઘણા બાળકો વિવિધ પ્રકારની ખામીઓ અને મુશ્કેલીઓથી શિક્ષણથી વંચિત રહી જાય છે. જે માટે સંસ્થાએ inclusive education માટેનો કાર્યક્રમ પણ તૈયાર કર્યો છે. અફઘાનિસ્તાનના 34 રાજ્યોમાંથી 14 રાજયોમાં આ કાર્યક્રમ ચલાવવામાં આવે છે. દરેક રાજ્યોના એક એક પ્રતિનિધિને અફઘાનિસ્તાન સરકારે આ પ્રકારના શિક્ષણ માટેની તાલીમ લેવા માટે 10 દિવસ માટે ભારત મોકલ્યા છે.