- ગોધરા પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા હવસખોર પોલીસ કોન્સ્ટેબલે માનવતાને નેવે મૂકી
- અડધી રાત્રે રૂમમાં જઈ શારીરિક અડપલાં કરતા ગભરાઈ ગયેલી શિક્ષિકા મહિલાએ બુમરાણ મચાવી હતી
- બન્ને સાથે સંપીને રહીશું તેવી આજીજી કરવામાં આવી
પંચમહાલઃ ગોધરા પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે તેની પત્ની સાથે વિશ્વાસ મૂકી ગોધરા કોવિડની સારવાર માટે તેના રૂમ પર રોકાયેલી અન્ય શિક્ષિકા મહિલાને અડધી રાત્રે રૂમમાં જઈ શારીરિક અડપલાં કરતા ગભરાઈ ગયેલી શિક્ષિકા મહિલાએ બુમરાણ મચાવી હતી. આ પોલીસ કોન્સ્ટેબલ તથા તેની પત્ની બન્ને ભેગા મળી લંપટ કોન્સ્ટેબલની ઈચ્છા પૂરી કરવા દબાણ કરતા તે દબાણને વશ ના થઇ રણચંડી બની હતી. અંતે પોલીસ કોન્સ્ટેબલ અને તેની પત્ની સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.
આ પણ વાંચોઃઅમદાવાદમાં સરનામું પૂછવાના બહાને યુવકે કરી યુવતીની છેડતી
પોલીસ કોન્સ્ટેબલ રાજેશ ડાંગી બન્ને બોલેરો ગાડીમાં ગોધરા ખાતે લઈ આવ્યા હતા
ગોધરા એ ડિવિઝન પોલીસ મથકે આ હચમચાવતા કિસ્સાની ફરિયાદમાં જણાવ્યા મુજબ, ઝાલોદ તાલુકાની એક પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી એક મહિલા શિક્ષિકા 19 એપ્રિલના રોજ કોવિડ-19 જેવી મહામારીનો રીપોર્ટ પોઝિટિવ આવતા અને તેને શરીરમાં વીકનેશ આવતા તે પોતે પોતાના ભાડાવાળા મકાનમાં હોમ કવોરન્ટાઈ હતી. 23 એપ્રિલના રોજ આ મહિલા શિક્ષિકાને વધુ વીકનેશ લાગતા તેને ફોનથી તેની અન્ય મહિલા સહકર્મચારીને ઓળખાણના ભાગરૂપે દવાખાને ગોધરા લઈ જવાનું જણાવતા અન્ય સહમહિલા કર્મચારી અને તેનો પતિ કે જે ગોધરા ખાતે પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતો હતો, તે પોલીસ કોન્સ્ટેબલ રાજેશ ડાંગી બન્ને બોલેરો ગાડીમાં ગોધરા ખાતે લઈ આવ્યા હતા.