ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલમાં પાણી પુરવઠા વિભાગે 700 જેટલા હેન્ડપંપ રીપેરીંગની કામગીરી કરી - hand pump

પંચમહાલઃ જિલ્લામાં ઉનાળો આવતા પાણીની સમસ્યાઓ ઉભી થતી હોય છે. તાલુકા મથક શહેરા ખાતેના ગ્રામીણ વિસ્તારોમાં પણ પીવાના પાણીની સમસ્યાને લઈને અનેક ફરિયાદો પાણી પુરવઠા વિભાગને કરવામાં આવતી હોય છે. જેના પગલે જે ગ્રામીણ વિસ્તારમાં આવેલા હેન્ડપંપને રીપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

pml

By

Published : May 20, 2019, 10:06 PM IST

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં ઉનાળો આવતા પાણીની સમસ્યાઓ ઉભી થવા પામતી હોય છે. ઉનાળામાં પાણીનો વપરાશ વધી જવાને કારણે જે હેન્ડપંપો આવેલા છે તેમાં પાણી ઊંડે જતું રહેતું હોય છે અથવા તો પાણી ઓછું આવતું હોય છે. આ બાબતને લઈને પાણી પૂરવઠાની કચેરી ખાતે છેલ્લા એક મહિનામાં 800 જેટલી ફરિયાદો આવી છે. જેમાંથી 60 જેટલા ગામોના 700 હેન્ડપંપ રીપેરીંગ કરી દેવામાં આવ્યા છે. આ મામલે 6 જેટલી ટીમો હેન્ડપંપ રીપેરીંગની કામગીરી કરી રહી છે.

પંચમહાલમાં પાણી પુરવઠા વિભાગે 700 જેટલા હેન્ડપંપ રીપેરીંગની કામગીરી કરી

ABOUT THE AUTHOR

...view details