પંચમહાલ લોકસભામાં ચૂંટણીની કામગીરી સાથે જીડાયેલા 3500 જેટલા સરકારી કર્મચારીઓ માટે બેલેટ મતદાનનું આયોજન ગોધરા ખાતે આવેલ પોલિસ હેડ કવાર્ટર ખાતે કરવામાં આવ્યું હતું.
3527 સરકારી કર્મચારીઓએ ગોધરા ખાતે બેલેટ મતદાન કર્યું - Gujarat
પંચમહાલ: લોકસભાની ચૂંટણીને ગણતરીના કલાકો બાકી છે અને જેમાં ચૂંટણીના સમયે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ શાખાના તમામ કેડરના લોકો ફરજ પર હાજર રહી સુરક્ષા પુરી પાડે છે. આથી મતદાન ના દિવસે તેઓ પોતાના મતવિસ્તારથી કોઈ અલગ વિસ્તારમાં ફરજ બજાવતા હોય છે. જેથી તેમના માટે બેલેટ મતદાન યોજાયું હતું.
બેલેટ મતદાન
જેમાં કુલ 3527 કર્મચારીઓ પૈકી 2765 જેટલા લોકોએ મતદાન કર્યું હતું.જેમાં કુલ 78.39 ટકા જેટલું મતદાન થયું હતું.