ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોધરા બાયપાસ હાઇવે પર કારે ટક્કર મારતા મોટર સાયકલ પર સવાર 3ના મોત - News of the accident

પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક વડોદરા બાયપાસ હાઇવે પાસે સુપ્રીમ હોટલ નજીક એક કાર ચાલકે પોતાનું વાહન પુરજોશમાં લાવી ગોધરા શહેરના મોટર સાયકલ પર સવાર ત્રણ યુવકોને અડફેટે લેતા અકસ્માત કરતા સ્થળ પર જ ત્રણ યુવકના મોત નિપજ્યા હતા. જ્યારે આ અકસ્માતમાં કાર ચાલકને ઇજા પહોંચતા તેને વધુ સારવાર અર્થે દવાખાનામાં દાખલ કરાયા હતા.

News of the accident
News of the accident

By

Published : Jun 3, 2021, 10:43 PM IST

  • વડોદરા બાયપાસ હાઇવે પાસે સુપ્રીમ હોટલ નજીક સર્જાયો અકસ્માત
  • કાર અને મોટર સાયકવ વચ્ચે અકસ્માત
  • અકસ્માતમાં ત્રણના મોત

પંચમહાલ : ગોધરા શહેર નજીક વડોદરા બાયપાસ હાઇવે પાસે સુપ્રીમ હોટલ નજીક એક કાર ચાલકે પોતાનું વાહન પુરજોશમાં લાવી ગોધરા શહેરના મોટર સાયકલ પર સવાર ત્રણ યુવકોને અડફેટે લેતા અકસ્માત કરતા સ્થળ પર જ ત્રણ યુવકના મોત નિપજ્યા હતા. જ્યારે આ અકસ્માતમાં કાર ચાલકને ઇજા પહોંચતા તેને વધુ સારવાર અર્થે દવાખાનામાં દાખલ કરાયા હતા. આ બનાવને પગલે મૃતકોના પરિવાર જનો દ્વારા મોડી રાત્રે કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં ધરણા કરી કાર ચાલક સામે યોગ્ય કાર્યવાહીની માગ કરવામાં આવી હતી, ત્યારે આ મામલે પોલીસ દ્વારા મૃતકોના પરિવારજનો તેમજ અન્યોને સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો, ત્યારે આ અંગે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મોટર સાયકલ

આ પણ વાંચો : વલસાડના કરાયાગામે બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, દંપતીનું મોત

અકસ્માતમાં કાર ચાલકને પણ ઇજા પહોંચતા તેને સારવાર અર્થે દવાખાનામાં ખસેડાયો

ગોધરા શહેર નજીક દાહોદ વડોદરા બાયપાસ હાઇવે પર સુપ્રીમ હોટલ નજીક અમીન પેટ્રોલપંપ પાસે બુધવારની મોડી રાત્રે આ માર્ગ પરથી પસાર થતી એક મોટરકારના ચાલક દ્વારા પોતાની મોટરકાર પુરઝડપે હંકારી ત્યાંથી પસાર થતા મોટર સાયકલ સવાર ત્રણ યુવકોને અડફેટે લઈ બાઇકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં ત્રણ યુવકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. અકસ્માતમાં મોતને ભેટનારા કામભાગી ત્રણ યુવકોમાં સમીર મોહંમદ શેખ ઉર્ફે રાજુ, ફિરોઝખાન ઇનાયતખાન પઠાણ અને ઝહીર મજીદભાઈ શેખનો સમાવેશ થાય છે, ત્યારે આ અકસ્માતમાં કાર ચાલકને પણ ઇજા પહોંચતા તેને સારવાર અર્થે દવાખાનામાં ખસેડાયો હતો.

કાર

આ પણ વાંચો : વાપી નજીક નેશનલ હાઇવે પર 3 કાર વચ્ચે અકસ્માત, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

ત્રણ યુવકના મોતના પગલે પરિવારમાં ઘેરા શોકની લાગણી

અકસ્માતમાં મોતને ભેટેલા ત્રણ યુવકના પરિવારજનો દ્વારા કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં અકસ્માત કરનારા કારચાલક સામે યોગ્ય અને કડક કાર્યવાહીની માગ સાથે ધરણા કર્યા હતા. ત્યારે પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહીની બાંહેધરી આપતા મામલો થાળે પાડ્યો હતો. આ અકસ્માત અન્વયે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતમાં ત્રણ યુવકના મોતના પગલે પરિવારમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details