- રિસોર્ટમાં ધારાસભ્ય સહિત 25જુગાર તેમજ દારૂની મેહફેલી માણી રહ્યા હતા
- LCB તેમજ પાવાગઢ પોલીસે સંયુક્ત રેડ કરી હતી
- ધારાસભ્ય સહિત 25ના જામીન મંજુર થયા
પંચમહાલ :જિલ્લા LCB પીઆઇ ડી એન ચુડાસમાને બાતમી મળી હતી કે, શિવરાજપુર તલાવડી રોડ પર આવેલા જીમીરા રિસોર્ટમાં ખાનદાની નબિરાઓ ભેગા મળીને જુગાર તેમજ દારૂની મહેફેલી માણી રહ્યાં છે. જેને લઈને LCB તેમજ પાવાગઢ પોલીસે સંયુક્ત રેડ કરતા જીમીરા રિસોર્ટમાં ખેડા જિલ્લાના માતરના ધારાસભ્ય, 7 જેટલી છોકરીઓ અને અન્ય લોકો પોલીસની રેડમાં ઝડપાયા હતા. પોલીસ દ્વારા વધુ તપાસ કરતા કોઈન મૂકીને જુગાર રમતા હોવાનું સામે આવ્યું છે. જેને કસીનો ટાઈપ જુગાર કહેવામાં આવે છે. જે ગુજરાત બહાર તેમજ વિદેશમાં આ પ્રકારનો જુગાર રમાતો હોય છે.
ધારાસભ્ય સહિત 25ના જામીન મંજુર 1 કરોડ 60 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી
પોલીસ દ્વારા કુલ 26 જેટલા લોકોની અટકાયત કરી છે. તેમજ કાર, લેપટોપ અને વાહનો મળી કુલ 1 કરોડ 60 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ધારાસભ્ય સહિત 20 લોકોને બીજે દિવસ સવારે પોલીસ મથકમાંથી જામીન મળી ગયા હતા. જો કે, 5 જેટલા વિદેશી એટલે કે નેપાળના લોકો હતા. એમને બીજે દિવસ કોર્ટમાં રજૂ કર્યા હતા. જેમાં તેમાં તેમને પણ જામીન આપી છોડી મુકવામાં આવ્યા હતા. જોકે, આ તમામ બાબતો વચ્ચે રિસોર્ટમાંથી હર્ષદ પટેલ નામના વ્યક્તિના સામાનમાંથી 9 જેટલી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. જેને લઈને પોલીસ દ્વારા તેની વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધીને કોર્ટ પાસે રજૂ કરવામાં આવ્યો હતો.