નવસારીમાં મહિલા દર્દીએ ઓક્સિજન સાથે કર્યું મતદાન - Gujarati news
નવસારીઃ દેશના ભાવિ ઘડતર માટે મતદાન કરવું તે દરેક નાગરિકની પ્રથમ ફરજ બને છે. આ ફરજને બખુબી નિભાવી છે નવસારીના એક મહિલા દર્દીએ. શહેરની મધરેસ્સા શાળામાં એક મહિલા ઓક્સિજન સાથે મતદાન કરવા આવ્યા હતા.
નવસારીમાં મહિલા દર્દી ઓક્સિજન સાથે મતદાન કર્યું
નવસારીના મમતા ઠક્કર ફેફસા અને હાર્ટની બીમારીથી પીડાય છે. તેમણે પોતાના પરિવાર સાથે મતદાન કરવાની હિંમત દાખવીને લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી. આટલી કપરી પરિસ્થિતિ બાદ પણ મતદાન કરીને આ યુવા મહિલાએ દરેક મતદારોને મતદાન કરવાનો જુસ્સો ઉભો કર્યો છે. ત્યારે તમામ મતદારો મતદાન કરે અને દેશના ભવિષ્યના નિર્માણમાં સહભાગી બને તેવું ઉદાહરણ પુરુ પાડ્યુ છે.