ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારીમાં સરકારી અનાજના જથ્થાની કાળા બજારીનો વીડિયો વાયરલ, કન્ટ્રોલ સંચાલક સામે કાર્યવાહી

કોરોનાની મહામારી સામેની લડાઈમાં ગરીબો અને મધ્યમ વર્ગની સ્થિતિ કફોડી બની છે. જોકે, લોકોની મુશ્કેલી રાજ્ય સરકારે થોડી હળવી કરી મફત અનાજ આપવાની વ્યવસ્થા ગોઠવી છે. પરંતુ સરકારી અનાજના વેચાણ કરતા પરવાનેદારો કાળા બજારી કરીને કપરા સમયમાં પણ પોતાની તિજોરી ભરવાના પ્રયાસો કરતા હોય છે.

viral video of gov authorized shop
નવસારીમાં સરકારી અનાજના જથ્થાની કાળા બજારીનો વીડિયો વાયરલ, કન્ટોલ સંચાલક સામે કાર્યવાહી

By

Published : Apr 18, 2020, 7:15 PM IST

નવસારી: કોરોનાની મહામારી સામેની લડાઈમાં ગરીબો અને મધ્યમ વર્ગની સ્થિતિ કફોડી બની છે. જો કે, લોકોની મુશ્કેલી રાજ્ય સરકારે થોડી હળવી કરી મફત અનાજ આપવાની વ્યવસ્થા ગોઠવી છે. પરંતુ સરકારી અનાજના વેચાણ કરતા પરવાનેદારો કાળા બજારી કરીને કપરા સમયમાં પણ પોતાની તિજોરી ભરવાના પ્રયાસો કરતા હોય છે.

નવસારીમાં સરકારી અનાજના જથ્થાની કાળા બજારીનો વીડિયો વાયરલ, કન્ટ્રોલ સંચાલક સામે કાર્યવાહી

નવસારીના જલાલપોરના ગૌરીશંકર મોહલ્લા સ્થિત કન્ટોલના પરવાનેદારે અનાજની કાળા બજારી કરી હોવાના વીડિયો વાયરલ થયા બાદ શનિવારે સ્થાનિકોએ હોબાળો મચાવતા નવસારી શહેર મામલતદાર ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. પ્રાથમિક તપાસમાં કન્ટ્રોલ ધારકે કાળા બજારી કરી હોવાનું ધ્યાને આવતા તેને સસ્પેન્ડ કરવાની તજવીજ હાથ ધરી હતી. જયારે કન્ટ્રોલ બહાર ટોળું ભેગું કરવા બદલ પોલીસે એક વ્યક્તિની જાહેરનામ ભંગના ગુનામાં ધરપકડ કરી હતી.

નવસારીમાં સરકારી અનાજના જથ્થાની કાળા બજારીનો વીડિયો વાયરલ, કન્ટોલ સંચાલક સામે કાર્યવાહી

ગુજરાત સરકાર દ્વારા સરકારી અનાજની કાળા બજારી રોકવા માટેના અનેક પ્રયાસો થયા છે. જેમાં ઓનલાઈન નોંધણી બાદ જ અનાજ કાર્ડ ધારકને અપાય એવી વ્યવસ્થા ગોઠવી હોવા છતાં સરકારી સસ્તા અનાજની દુકાનના પરવાનેદારો કોઈને કોઈ તિકડમ લગાવી સરકારી અનાજની કાળા બજારી કરતા અટકતા નથી. જેને કારણે સરકારી ભંડારને નુકસાન જવા સાથે જ જરૂરિયાતમંદો સુધી અનાજ પહોંચતું નથી.

નવસારીના જલાલપોરના ગૌરીશંકર મોહલ્લા નજીકની નૈનશંકર માલીની સરકારી સસ્તા અનાજની દુકાનમાંથી સાંજના સમયે સરકારી અનાજનો જથ્થો સગેવાગે થતો હોવાનો ફરિયાદો બાદ શુક્રવારે સરકારી અનાજ સાથે ત્રણથી ચાર લોકોનો વીડિયો વાયરલ થયો હતો. દરમિયાન શનિવારે બપોરે જલાલપોરની નૈનશંકરની કન્ટોલમાં સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો. જેની જાણ થતા નવસારી શહેર મામલતદાર જીગર જોષી ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા.

સ્થાનિકોએ પરવાનેદાર નૈનશંકર સામે આક્રોશ ઠાલવી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. જેને ધ્યાને રાખી મામલતદાર દ્વારા ફરિયાદને આધારે અનાજના જથ્થાની ગણતરી સાથે કેટલાને અનાજ અપાયું હોવાની તપાસ આદરી હતી. પ્રાથમિક તપાસમાં પરવાનેદાર નૈનશંકર દ્વારા કાળા બજારી કરી હોવાનું ધ્યાને આવતા તાત્કાલિક અસરથી એનો પરવાનો સસ્પેન્ડ કરવાની તજવીજ હાથ ધરવા સાથે સમગ્ર મુદ્દે રિપોર્ટ જિલ્લા પુરવઠા અધિકારીને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે રિપોર્ટને આધારે કાળાબજારી કરનારા કન્ટોલ ધારક નૈનશંકર માલી સામે કાયદેસરના પગલા ભરવામાં આવે એવી સંભાવના છે.

બીજી તરફ જલાલપોર પોલીસ પણ કન્ટોલમાં થતા હોબાળાની માહિતી મળતા ઘટના સ્થળે પહોંચી હતી અને ભેગા થયેલા લોકોને ત્યાંથી ખસેડાયા હતા. જેમાં કન્ટોલ ધારક સામે ઉગ્રતાથી આક્ષેપો કરનારા એક વૃદ્ધે ટોળું ભેગું કર્યું હોવાનાં અનુમાનના આધારે પોલીસે વૃદ્ધની જાહેરનામાંના ભંગ બદલ ધરપકડ કરી હતી. ઉલ્લેખનિય છે કે, નવસારી જિલ્લામાં એક મહિનામાં સરકારી અનાજની કાળા બજારીની ફરિયાદો વ્યાપક પ્રમાણમાં ઉઠી હતી. જેમાં અગાઉ ચીખલી તાલુકાના ઘોલાર ગામના પરવાનેદાર અને જલાલપોર તાલુકાના ઓન્જલ માછીવાડ ગામના પરવાનેદારનાં પરવાના સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની માહિતી મળી હતી.

ABOUT THE AUTHOR

...view details