નવસારી- જિલ્લાના 28 ગામોમાંથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પસાર થનાર છે. જેમાં બુલેટ ગતિથી કામ તો થઈ રહ્યું છે, પરંતુ તે કામગીરીને કારણે ગ્રામજનો અને મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. (bullet train protest ) કછોલ પાથરી, નવાગામ ચંદ્રવાસણ,વેગામ સહિતના ગામોમાં એલ એન્ડ ટી કંપની જે પદ્ધતિથી કામ કરે છે, તેનાથી ખાડી અવરોધાવી,રસ્તા તૂટવા, વીજપોલ તૂટવા સાથે ગામમાં પાણી ભરાવવા જેવી સમસ્યામાં વધારો થયો છે. (Villagers protest against bullet train in navsari) (L&T company protest)
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કામગીરીથી ગ્રામજનોમાં રોષ - એલ એન્ડ ટી કંપની વિરોધ
નવસારી જિલ્લામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ના કારણે ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાથી, કછોલ ખાતે ગ્રામજનોએ ભેગા થઈને એલ એન્ડ ટી કંપનીની કામગીરી નો વિરોધ કર્યો હતો. Villagers protest against bullet train in navsari, bullet train protest, farmer protest bullet train in navsari, L&T company protest
વીજળી ડૂલ-જેને લઇને ગ્રામજનો માટે આ પ્રોજેક્ટ મુસીબત સમાન બનતા ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને કછોલ ગામે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આજે એલ એન્ડ ટી કંપની ના વાહને વિજપોલ તોડી નાખતા ગામમાં વીજળી ડૂલ થવા પામી હતી, જેથી ગ્રામજનોનો રોષ બેવડાયો હતો. આ સમગ્ર મામલે ખેડૂતો અને ગ્રામજનો સાથે ખેડૂત હિત રક્ષક સમિતિના આગેવાનો પણ ગામમાં દોડી આવ્યા હતા.
ગ્રામજનોમાં રોષ-ગામમાં 40 ટન ની વાહન ક્ષમતા ધરાવતા વાહનો સાંકડા માર્ક પરથી પસાર થતા વીજપોલને નુકસાન થઈ રહ્યું છે, જેને કારણે લોકોના ઘરોની વીજળી ડૂલ થવા સાથે ઘરના ઇલેક્ટ્રીક ગેજેટ પણ નુકસાન થતા ગ્રામજનોમાં રોષ ભભુક્યો છે. આ પ્રોજેક્ટર જે કામગીરી શરૂ છે તેમાં પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા થઈ નથી. વરસાદમાં ખેતીના પાકને આ પ્રોજેક્ટ થી ભારે નુકસાન થઈ હોવાની વાત ખેડૂતો કરી રહ્યા છે.