ગુજરાત

gujarat

ETV Bharat / state

વરસાદની આડઅસર, પાકને નુકસાન થતાં શાકભાજીના ભાવમાં ધરખમ વધારો - Vegetable prices rise

નવસારીઃ દક્ષિણ ગુજરાતમાં ક્યાંક આનંદ તો ક્યાંક આંસુની ધાર જોવા મળી રહી છે. ધોધમાર વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હોવાથી બજારમાં શાકભાજીના ભાવ આકશે પહોંચ્યા છે. જેની સીધી અસર ગરીબો પર થતી જોવા મળશે.

વરસાદની આડઅસર, પાકને નુકસાન થતાં શાકભાજીના ભાવમાં ધરખમ વધારો

By

Published : Aug 14, 2019, 9:34 AM IST

નવસારી અને મહારાષ્ટ્રના કેટલાંક જિલ્લામાં મેઘ-કહેરના કારણે નવસારીની પૂર્ણા અંબિકા કાવેરી અને ઔરંગા નદીમાં આવેલાં પૂરથી ખેડૂતોને ભારે નુકશાન પહોચ્યું છે. શાકબાજીની ખેતી નિષ્ફળ થતાં મહારાષ્ટ્રના કેટલાંક જિલ્લામાંથી નવસારીની APMC માર્કેટ અને બીલીમોરાની APMC માર્કેટમાં આવતી દૂધી, ભીંડા, કારેલા, રીંગણ, ચોળી, પપૈયા સહિત તમામ શાકભાજીને નદીનું પૂર ગળી ગયું હતું. જેના કારણે શાકભાજીનું પ્રમાણ માર્કેટમાં ઓછું હોવાથી શાકભાજીના ભાવો આસમાને પહોચ્યાં છે.

વરસાદની આડઅસર, પાકને નુકસાન થતાં શાકભાજીના ભાવમાં ધરખમ વધારો

20 કિલો શાકભાજીના ભાવ

ટામેટાં 700 રૂપિયા, રીંગણ 550 રૂપિયા, કોબી 350 રૂપિયા, ફ્લાવર 500 રૂપિયા, ભીંડા 400 રૂપિયા, ગુવાર 800 રૂપિયા, ફણસી 1200 રૂપિયા, વાલોડ 600 રૂપિયા ,પાપડી 800 રૂપિયા ,તુવેર 700 રૂપિયા અને કાકડી 300 રૂપિયા થતાં મંદીના માહોલમાં શાકભાજીના ભાવો વધતાં ગરીબોના તહેવારોના ફિક્કા પડ્યાં છે.

આમ, ભારે વરસાદના કારણે પાકને નુકસાન થતાં ભાવ વઘારો થયો છે, ત્યારે તેની સીધી અસર ગરીબ અને મધ્યમ વર્ગ પર વર્તાઈ રહી છે. તો ગૃહીણીઓનું બજેટ ખોરવાયું છે. ખેડૂતો પણ ભાવિ પરિસ્થિતીને લઈ ચિંતામાં મૂકાયાં છે. કારણ કે, હજુ પણ કેટલાંક વિસ્તારોમાં મેઘતાંડવ યથાવત છે. જેથી ખેડૂતો આર્થિક રીતે પડી ભાંગ્યા છે. જેથી ખેડૂતો અને સામાન્ય વર્ગ માટે તહેવારો ખુશી બદલે પણ દુઃખનુું કારણ બન્યાં છે. એક તરફ લોકો રક્ષાબંધન સહિતના વિવિધ તહેવારોની ઉજવણીમાં મગ્ન છે. તો બીજી તરફ ગરીબ વર્ગ એક ટાણું જમાવા માટે તરસી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા આ પરિસ્થિતિનું નિરાકરણ લાવવાની લોકમાગ પ્રબળ બની છે.

ABOUT THE AUTHOR

...view details