- નવસારીના આદિવાસી તાલુકાઓમાં વરસાદ આધારિત ખેતી
- વાંસદા તાલુકામાં આવેલા જૂજ અને કેલિયા બંને ડેમ હજી અડધા ભરાયા
- ખેડૂતોની ખેતીને ટકાવવા ડેમમાંથી સિંચાઈનું પાણી આપવાની માંગણી
- ધરૂ રોપ્યાને દોઢ મહિનો થયો, વરસાદ ન આવતા મોડે મોડે શરૂ કરી રોપણી
નવસારી: ચોમાસુ શરૂ થવા છતા પૂરતા પ્રમાણમાં વરસાદ ન પડતાં (lake of rain in navsari) જિલ્લાના ડાંગર પકવતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ખાસ કરીને જિલ્લાના વાંસદા, ચીખલી અને ખેરગામ તાલુકાના મોટાભાગના ખેડૂતો વરસાદી ખેતી પર નભે છે. જેથી વરસાદ ખેંચાતા ઘણા ખેડૂતોની રોપણી અટવાઈ પડી છે. ઘણા ખેતરોમાં ધરૂ તૈયાર થયા પણ પાણીના અભાવે દોઢ મહિનો વીતવા છતાં ડાંગરની રોપણી શરૂ થઇ શકી નથી અથવા ખેડૂતોએ મોડે મોડે રોપણી આરંભી છે. રોપેલી ડાંગરને પણ પાણીની જરૂર હોય છે. બીજી તરફ વાંસદામાં આવેલા જૂજ અને કેલિયા બંને ડેમમાં પાણીની આવક પણ ઓછી રહી છે. જેને કારણે અત્યાર સુધીમાં ડેમ અડધા જ ભરાયા છે. જેથી વરસાદ ખેંચાય તો જૂજ ડેમ અંતર્ગત 27 ગામો અને કેલિયા ડેમ અંતર્ગત 29 ગામડાંઓને પીવાના પાણીની ઉનાળામાં સમસ્યા રહેવાની સંભાવના સેવાઈ રહી છે. ખેતીને હાલ સિંચાઈનું પાણી ન મળે તો નુકસાનીની ભીતિ સેવાઇ રહી છે.
નવસારીમાં વરસાદ ખેંચાતા વાંસદાના ખેડૂતો ચિંતામાં આ પણ વાંચો: રાજ્યમાં 20 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી
જૂજ ડેમ 50 ટકા અને કેલિયા ડેમ 52 ટકા જ ભરાયો
વાંસદા તાલુકામાં અત્યાર સુધીમાં મોસમનો અંદાજે એક હજાર મિમી વરસાદ પડયો (lake of rain in navsari) છે. જેમાં વાંસદાના જૂજ ડેમ 50 ટકા અને કેલીયા ડેમ 52 ટકા જ ભરાયા છે. બંને ડેમોમાં પાણીની ઓછી આવક રહી છે. જોકે જૂજ ડેમ અંતર્ગત આવતા ગામડાઓને પીવાના પાણીની તકલીફ ન પડે અને સિંચાઈ માટે પણ બે રોટેશનમાં પાણી આપી શકાય, એટલું પાણી હોવાનું અધિકારી જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, જૂજ ડેમની સપાટી 161.10 મીટર, જ્યારે કેલિયા ડેમની સપાટી 108 મીટર નોંધાઇ છે. જેથી વરસાદને હજુ મોડું થાય, તો પાણી સમસ્યા ઊભી થવાની સંભાવનાને નકારી ન શકાય. જૂજ ડેમના નાયબ કાર્યપાલક ઇજનેરના જણાવ્યા અનુસાર ગત વર્ષ કરતા આ વર્ષે ડેમમાં 10 મીટર વધુ પાણી છે. તેમણે જો સારો વરસાદ થાય તો બંને ડેમ છલકાઈ જવાની આશા પણ વ્યક્ત કરી હતી.
નવસારીમાં વરસાદ ખેંચાતા વાંસદાના ખેડૂતો ચિંતામાં આ પણ વાંચો: વેધર વોચ ગ્રૃપ બેઠક, રાજ્યમાં અત્યાર સુધી 311 82 મીમી વરસાદ, 2 દિવસમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના
ડેમમાંથી સમયે પાણી મળે, તો ખેતી નુકશાનીથી બચે
નવસારી જિલ્લાના વાંસદા સહિત ઉપરવાસના જિલ્લાઓમાં વરસાદ ખેંચાતા (lake of rain in navsari) આદિવાસી ખેડૂતો માટે જીવાદોરી સમાન જૂજ અને કેલિયા બંને ડેમ અધૂરા રહ્યા છે. જોકે ખેતીને જીવંત રાખવા ડેમમાંથી સમયે પાણી છોડવામાં આવે તો ખેડૂતોના ચહેરા પણ ખુશીથી છલકાય એમ છે.
નવસારીમાં વરસાદ ખેંચાતા વાંસદાના ખેડૂતો ચિંતામાં