ગુજરાત

gujarat

ETV Bharat / state

સંવેદનશીલ સરકારના રાજમાં પ્રજા પાણી માટે વલખા મારી રહી છે

રાજ્યના છેવાડનાના વિસ્તારમાં આજની તારીખે લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. નવસારીના માનકુનિયા મહિલાઓ દોઢ કિલોમીટર પાણી માટે ચાલીને જાય છે. ગ્રામજનોએ સરકાર પર આક્ષેપો કર્યા હતા કે યોજનાઓ માત્ર કાગળો પર છે.

xx
સંવેદનશીલ સરકારના રાજમાં પ્રજા પાણી માટે વલખા મારી રહી છે

By

Published : Jun 4, 2021, 1:08 PM IST

  • રાજ્યના છેવાડાના ગામમા પાણીની સમસ્યા
  • પાણી માટે વલખા મારી રહ્યા છે લોકો
  • યોજનાઓ માત્ર કાગળો પર

નવસારી : નવસારીના આદિવાસી પટ્ટામાં પર્વતીય વિસ્તાર હોવાથી ભૂગર્ભમાં પાણી 500 ફૂટથી પણ ઊંડે મળે તો નસીબ કહેવાય. વાંસદા તાલુકાના સરહદી ગામોમાના એક માનકુનિયા ગામે, વર્ષો વિત્યા છતાં આદિવાસી પરિવારો ઉનાળામાં પાણીની બૂંદ બૂંદ માટે વલખા મારતા હોય છે. માનકુનિયામાં પાણી યોજના માટે વાસ્મો દ્વારા 33 લાખ રૂપિયા મંજુર થયા છે પણ યોગ્ય રીતે સર્વે ન થવાથી આજે પણ ખોરા ફળિયાની આદિવાસી મહિલાઓએ દોઢ કિલોમીટર દૂરથી માથે બેડા મૂકી પાણી લાવવું પડે છે. ગુજરાતની સંવેદનશીલ સરકાર ઉનાળામાં માણસો અને ઢોરને પીવાનું પાણી પુરૂ પાડવાના પ્રયાસો કરે એવી માંગણી ગ્રામીણ કરી રહ્યા છે.

સંવેદનશીલ સરકારના રાજમાં પ્રજા પાણી માટે વલખા મારી રહી છે
પાણી માટે દિવસ-રાત એકપાણી વગર જીવન કળવું મુશ્કેલ છે. પાણીને બચાવવા માટેની ઘણી વાતો થાય છે, પરંતુ નવસારી જિલ્લાના આદિવાસી પટ્ટાના વાંસદા તાલુકાના પર્વતીય વિસ્તારના સરહદી ગામ માનકુનિયાના ઘણા ફળિયામાં ઉનાળાના મહિનાઓમાં આદિવાસીઓ મહિલાઓ પાણી માટે દિવસ-રાત એક કરી નાખે છે. વર્ષોથી સરકારમાં યોગ્ય પાણી યોજના માટેની રજૂઆતો હોવા છતાં, અધિકારીઓની આળસના કારણે સર્વેની કામગીરીમાં વેઠ ઉતારાય છે. જ્યાં જરૂર છે ત્યાં પાણી પહોંચતું જ નથી, જેને કારણે આદિવાસી મહિલાઓએ કુવાઓ, કોતરો, તેમજ ખાનગી બોરમાં પાણી મેળવવા પરસેવો પાડવો પડે છે.
સંવેદનશીલ સરકારના રાજમાં પ્રજા પાણી માટે વલખા મારી રહી છે

આ પણ વાંચો : ગાંધીનગરના સેક્ટર 5માં 2 દિવસથી પાણી નહીં આવતા સ્થાનિકો ત્રસ્ત, ટેન્કરથી મગાવવું પડે છે પાણી

દોઢ કિલોમીટર દૂર પાણી માટે

માનકુનિયાના ખોરા ફળિયા તેમજ અન્ય ફળિયાઓ માટે પાણી પુરવઠાના વાસ્મો વિભાગ દ્વારા 33 લાખ રૂપિયાના ખર્ચે ઘર-ઘર સુધી પાણીની પાઇપલાઇન નાખવાની યોજના ઘડવામાં આવી હતી. પરંતુ વાસ્મોના અધિકારીઓએ યોગ્ય સર્વે ન કરી ગામમાં જ્યાં જરૂર છે, એ વિસ્તારોમાં પાણીની લાઈન ન પહોંચાડતા આજે પણ ઉનાળાના આકરા તાપમાં મહિલાઓએ માથે પાણી ભરેલા બેડાં મૂકી દોઢ કિલોમીટરથી વધુ પગપાળા ચાલવું પડે છે.

મહિલાઓની હાલત કફોડી

કેડ ઉપર બાળકનું વજન અને માથે પાણી ભરેલા બેડલાનું વજન ઉંચકી મહિલા ઘર માટે પાણી ભરે છે. પશુપાલન વ્યવસાય હોવાથી મહિલાઓ પરિવાર સાથે ઢોર માટે પણ પાણી ભરે છે. સ્થાનિકોના મતે આજે બીજી પેઢી થઈ ગઈ, તેમ છતાં ગુજરાત સરકાર દ્વારા ઘર સુધી પાણી પહોંચાડયું નથી. આગેવાનો અને તંત્રને વારંવારની રજૂઆતો બાદ પણ મળે છે, ઠાલા વચનો અને પાણીની આશા.

આ પણ વાંચો : કાળઝાળ ગરમીમાં પાણી વગર વલખા મારતો બનાસકાંઠાનો સરહદી વિસ્તાર

યોજના માત્ર કાગળો પર

માનકુનિયાના આગેવાનો ગામના લોકોની પાણીની સમસ્યાની રજૂઆતો લઈ વાંસદાની વાસ્મો કચેરીએ પહોંચ્યા હતા, પરંતુ વાસ્મોના અધિકારીઓને કાને તેમની રજૂઆતોનું કાંઈ ઉપજતુ જ નથી. કરોડોની યોજના બને છે પણ પૈસા ક્યા જાય છે એ કોઈને ખબર નથી. વર્ષોથી પાણીની સમસ્યાનું સમાધાન સરકાર લાવી શકી નથી. ગામમાં 33 લાખ રૂપિયા પાણી યોજના માટે ફળવાયા, પરંતુ આજે પણ ગામના લોકો પાણી માટે વલખા મારે છે. ત્યારે સરકાર ઘર સુધી પાણી પહોંચાડે તો ઉનાળામાં માણસો સહિત પશુઓ પણ પાણી પી શકેની માંગણી ગ્રામજનો કરી રહ્યા છે. જ્યારે પાણી સમસ્યા મુદ્દે વાંસદાના કોંગી ધારાસભ્યોએ પણ વાસ્મોના અધિકારીઓની ઉદ્ધતાઈની નિંદા કરી, ફરી સર્વે કરી 33 લાખ રૂપિયાની પાણી યોજના યોગ્ય રીતે ક્રિયાન્વિત થાય એવી માંગણી કરી છે.

ABOUT THE AUTHOR

...view details